ચોથી વખત ચંદ્ર બાબુ નાયડુ આંધ્રના CM બન્યા…

ચોથી વખત ચંદ્ર બાબુ નાયડુ આંધ્રના CM બન્યા...
ચોથી વખત ચંદ્ર બાબુ નાયડુ આંધ્રના CM બન્યા...

શપથવિધિમાં અમિત શાહ, વેંકૈયા નાયડુ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન સહિતના નેતાઓ ઉપરાંત રજનીકાંત, ચિરંજીવી સહિત સાઉથ સુપરસ્ટાર્સની હાજરીમાં જાજરમાન સમારોહ યોજાયો હતો.તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24માં મુખ્યમંત્રી બન્યા છે. તેમણે બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે.

નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી મુખ્યમંત્રીના બદલે મંત્રીપદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા હતા ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રી પદના શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

ચોથી વખત ચંદ્ર બાબુ નાયડુ આંધ્રના CM બન્યા… આંધ્રના CM

તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નાયડુને મંગળવારે આંધ્ર પ્રદેશમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પવન કલ્યાણ વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટાયા હતા. આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.