ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. CID ક્રાઈમ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદકર્તા પાસેથી કેસમાં રાહત અપાવવાના બદલામાં 30 લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. ફરિયાદ મળતાં ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપી પોલીસ અધિકારીઓને પકડવામાં આવ્યા.
ACB દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાથે જ આ મામલે વધુ કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે જ લાંચનો ગંભીર આરોપ સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
