Friday, February 20, 2026
Homeરાજકોટફાયર એનઓસી મંજૂરી બદલ લાંચ માંગતો ગોંડલનો ફાયર ઓફિસર રંગેહાથ ઝડપાયો

ફાયર એનઓસી મંજૂરી બદલ લાંચ માંગતો ગોંડલનો ફાયર ઓફિસર રંગેહાથ ઝડપાયો

Title:
ફાયર એનઓસી મંજૂરી બદલ લાંચ માંગતો ગોંડલનો ફાયર ઓફિસર રંગેહાથ ઝડપાયો

News:
રાજકોટઃ ગોંડલનો સ્ટેશન ફાયર ઓફિસર લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો છે. ભુણાવા ટોલનાકા નજીક 50 હજાર રૂપિયાની લાંચ લેતા સમયે એસીબીની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. ઘટનાને પગલે સરકારી વિભાગોમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ આરોપીએ એક પેટ્રોલ પંપની ફાયર એનઓસી મંજૂર કરવા માટે ફરિયાદી પાસેથી લાંચની માંગ કરી હતી. ફરિયાદ બાદ એસીબીએ ગુપ્ત રીતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.

લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી અને હાલ સમગ્ર મામલે વધુ પૂછપરછ તથા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments