દાહોદ પોલીસના ત્રણ જવાનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા. ચાકલીયા પોલીસ મથકના 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરાયો છે. એક હેડ કોન્સ્ટેબલ દારૂ ભરેલી ગાડી ચલાવતો હતો, તો બે કોન્સ્ટેબલ કરી રહ્યા હતા પાયલોટિંગ. દાહોદ LCB અને સ્થાનિક પોલીસે પીછો કર્યો, દારૂ ભરેલી કાર ખાડામાં ઉતરી ગઈ અને ખાખીધારીઓ ફરાર થયા. પોલીસે ₹66,000 થી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો. ખાખી વર્દીની આડમાં ચાલતું હતું કાળું કામ. રાજસ્થાનથી લીમડી સુધી ‘સેફ રૂટ’ બનાવી પોલીસ જ લાવતી હતી દારૂ. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો ગાડીમાં દારૂની પાયલોટિંગ કરતા હતા. હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડ દારૂ ભરેલી ગાડી રાજસ્થાનથી લઈ લીમડી તરફ આવતો હતો. દારૂ ભરેલી ગાડી ખાડામાંઉતરી જતા ગાડી મુકી ખાખી વર્દીધારી પોલીસ કોન્સ્ટેબલો ફરાર થઈ ગયા હતા. દાહોદ LCB ઝાલોદ પોલીસ અને ચાકલીયા પોલીસની ટીમોએ ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ચાકલીયા ત્રણેય પોલીસ કર્મીઓ ઉપર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
