સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં જ કેજરીવાલની તબિયત લથડી…

સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં જ કેજરીવાલની તબિયત લથડી...
સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં જ કેજરીવાલની તબિયત લથડી...

સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અચાનક તબિયત લથડતા તેમને બીજા રૂમમાં શિફટ કરાયા હતાં.આમ આદમી પાર્ટી હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં જ કેજરીવાલની તબિયત લથડી… કોર્ટમાં

અગાઉ દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીની તબિયત લથડી હતી. ત્યારે હવે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની તબિયત પણ લથડી ગઈ છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયા બાદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં લિકર પોલિસી કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કેજરીવાલની તબિયત લથડી છે.

સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં જ કેજરીવાલની તબિયત લથડી… કોર્ટમાં

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે ’તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. તે નર્વસ ફીલ કરી રહ્યા છે.’ ત્યારબાદ કેજરીવાલને કોર્ટ રૂમમાંથી બહાર બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં જ કેજરીવાલની તબિયત લથડી… કોર્ટમાં

અગાઉ બુધવારે સીબીઆઈએ લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની કોર્ટરૂમમાંથી ધરપકડ કરી હતી. દિલ્હી કોર્ટના વેકેશન જજે સીબીઆઈને કોર્ટ રૂમમાં પૂછપરછ કરવાની પરવાનગી આપ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી હતી. કોર્ટે સીબીઆઈને તેની ધરપકડ માટે જે સામગ્રી છે તે રેકોર્ડ પર મૂકવા પણ કહ્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here