Friday, January 30, 2026
Homeગુજરાતઅમદાવાદઅમદાવાદઃ પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો ઘેરાવ કાર્યક્રમ

અમદાવાદઃ પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો ઘેરાવ કાર્યક્રમ

અમદાવાદઃ પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો ઘેરાવ કાર્યક્રમ

અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેરના 25થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણી સપ્લાય થવાની ફરિયાદો સામે આવતા કોંગ્રેસે AMCની નિષ્ફળતા ગણાવી છે. આ મુદ્દે શહેરવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ AMCની દાણાપીઠ કચેરી ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ મેયર ઓફિસનો ઘેરાવ કરી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે દાવો કર્યો કે વારંવાર રજૂઆતો છતાં પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

કોંગ્રેસે AMCને તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો શહેરવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. પ્રદૂષિત પાણીથી જનસ્વાસ્થ્યને થતી અસર અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments