નવનીત બાલધિયાને માર મારવાના મુદ્દે ધારાસભ્ય-કોળી આગેવાન હિરા સોલંકી મેદાને આવતા જ, બગદાણા PI ડી વી ડાંગરની કલાકોમાં જ બદલી
ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયાને માર મારવાના મામલે, રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હિરા સોલંકીએ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવી છે. બગદાણા પી આઈ ડી વી ડાંગરનો ચાર્જ મહુવાના પી આઈ કે એસ પટેલને સોપાયો છે. બગદાણાના બદલી કરાયેલ પોલીસ ઈન્સ્પેકટર ડી વી ડાંગરને લીવ રિઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે.
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથના તાલાલામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.6 ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 23 km દૂર નોંધાયું છે. બપોરે 3:59 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.
ચોરી પકડનાર પ્રાંત અધિકારીની ખનીજ માફિયાઓ અને પદાધિકારીઓ કરાવશે બદલી
સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે કે, ચોટીલા પ્રાંત અધિકારીની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ અને પદાધિકારીઓ હાથ મેળવ્યા છે. ભ્રષ્ટ લોકોએ, પ્રમાણિક અને સરકારી તિજોરી છલકાવનારા અધિકારીની બદલીનો તખ્તો તૈયાર કરવાની સાઠગાંઠ કરી છે. પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ખનીજ ચોરી પર લગામ લગાવી હોઇ ખનીજ માફિયાઓને પ્રાત અધિકારી ખુચતા હોઇ જેથી તેમની બદલી માટે મથે છે. દર મહિને એક લાખથી દોઢ લાખનો હપ્તો કાર્બોસેલ ચોરી કરનારા દેતા હતા, પરંતુ પ્રાંત અધિકારીની બદલી કરાવી હોઇ તો બે લાખનો હપ્તો બંધાશે તેવી પણ કર્યો આક્ષેપ કર્યો છે. માજી ધારાસભ્ય એ એવો આક્ષેપ કર્યો છે કે, પ્રાંત અધિકારીની બદલી બાદ ભુમાફીયાઓને ખુલ્લો દોર મળે, તે માટે રાજકીય આગેવાનો અને મળતીયાઓ પ્રાંત અધિકારીની બદલી કરાવશે તેવી કર્યો આક્ષેપ
