સુરતમાં પેટ્રોલ અને ડીઝલમાં અછતની અફવા ફેલાતા ઈલેક્ટ્રિક બાઇકની ડિમાન્ડ પણ વધી છે. છેલ્લા 5થી 7 દિવસથી ઇન્કવાયરી ડબલ થઈ હોવાનું ડિલર્સનું કહેવું છે. અગાઉ પ્રતિદિન 20થી 25 ઇન્કવાયરી આવતી હતી, હાલ તે વધીને 45થી 48 થઈ છે. 80 ટકા લોકો, લો સ્પીડ કોમર્શિયલ યુઝ માટેની ડિમાન્ડ વધી છે. ઉપરાંત હાઈ સ્પીડની ડિમાન્ડ કોમર્શિયલ કરતા ઓછી છે. લો સ્પીડ બાઇકમાં વિદ્યાર્થિઓની ડિમાન્ડમાં વધારો થયો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ડિમાન્ડમાં પણ વધારો જોવા મળ્યો છે.
રાજકોટના સદર બજારમાં આવેલ પેટ્રોલપંપ ઉપર કેરબા, બાટલા, તેલના ડબ્બામાં પેટ્રોલ અપાતુ હોવાનો વીડિયો વાયરલ
રાજકોટના સદર બજારમાં ઈગલના પંપ પર નિયમ વિરુદ્ધ પેટ્રોલ ડીઝલનું વિતરણ કરાયું હતું. એક તરફ લોકો પેનિક ખરીદી કરી રહ્યાં છે. પેટ્રોલ પુરાવવા લાંબી કતારોમાં ઊભા છે તો બીજી તરફ કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ અપાઈ રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. વાહનો સિવાય પેટ્રોલ કે ડીઝલનું વિતરણ સંગ્રહ કરવાના હેતુથી કેરબા કે અન્ય સાધનોમાં કરવું એ પણ ગુનો બને છે. પેટ્રોલ પુરાવા આવેલ વ્યક્તિએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પેટ્રોલ પંપ માલિકો નિયમોનું ઉલ્લંઘન કરી કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ ડીઝલ આપી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ પુરવઠા વિભાગના અધિકારીઓ પંપ માલિક વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ.
મયુર ડાય કેમના સુજલ પટેલના ઘરેથી મળ્યો દારુનો જથ્થો, પોલીસે કરી ઘરપકડ, આખરે થયો જામીન પર છુટકારો
અમદાવાદમાં આવકવેરાના દરોડા દરમિયાન, મયુર ડાઈ કેમના ભાગીદાર સુજલ પટેલના બોપલમાં આવેલા નિવાસ સ્થાનેથી મોંધાદાટ ઈગ્લિંશ દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે આવકવેરા અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે, મયુર ડાઈ કેમના ભાગીદાર સુજલ પટેલ ધરપકડ કરી હતી. જો કે, સુજલ પટેલનો પાછળથી જામીન પર છુટકારો થયો હતો. બોપલ ખાતેના નિવાસ્થાનમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો હતો. ઇંગલિશ દારૂની મોંઘી દાટ બોટલો મળી આવી હતી. ઇન્કમટેક્સે પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરાયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી.
