🔴 બ્રેકિંગ ન્યૂઝ રિપોર્ટ | રાજકોટ–મોરબી | આજના દિવસની મુખ્ય ઘટનાઓ
🔹 રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારી સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
🔹 સિટી બસ ડ્રાઈવર દ્વારા પોલીસમાં અરજી સ્વામિનારાયણ ચોક નજીક 14 જાન્યુઆરીના રોજ સિટી બસની આડે ટુ-વ્હીલ રાખી ડ્રાઈવરને ખોટી રીતે હેરાન કરાયા હોવાની ફરિયાદ સાથે માલવિયા પોલીસ ચોકીમાં બસ ડ્રાઈવર દ્વારા અરજી કરવામાં આવી છે.
🔹 વોર્ડ નં. 11માં AAP કાર્યકરોનું પ્રતીક ઉપવાસ રાજકોટ શહેરના વોર્ડ નંબર 11માં પ્રાથમિક સુવિધાઓ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એક દિવસીય પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યો.
🔹 મોચીબજારમાં દુકાનો સીલ, વેપારીઓમાં આક્રોશ રાજકોટના મોચીબજારમાં કોર્પોરેશન વેરા વસુલાત શાખાએ અલગ-અલગ દુકાનો પર તાળા લગાવ્યા. કોઈ પૂર્વ આકારણી વગર મનમાની પેનલ્ટી લગાવવાના આક્ષેપ સાથે વેપારીઓએ કોર્પોરેશન અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો.
🔹 મોરબી નજીક ટ્રેક્ટર અકસ્માત મોરબીના બગથળા ગામ નજીક પુલ પાસેથી ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું. ટ્રેક્ટર પલટી મારતા ડ્રાઈવર સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
🔹 રાજકોટ વોર્ડ નં. 18માં ગંદકીનો કહેર વોર્ડ નંબર 18માં ગંદકી અને રોગચાળાનો હાહાકાર મચ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે.
🔹 રાજકોટમાં ભાજપનો વિજયોત્સવ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી.
🔹 12% વળતરની લાલચ આપતો ઠગાઈનો ધંધો ઝડપાયો રેતી–કપિચના ધંધામાં પૈસા રોકી 12% વળતર આપવાની લાલચ આપી લોકોને ફસાવતા બે ઇસમો સામે ગુનો નોંધાયો. ક્રાઇમ બ્રાંચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
📌 આજનો સારાંશ:
આજનો દિવસ રાજકોટ અને આસપાસના વિસ્તારો માટે કાયદો-વ્યવસ્થા, નાગરિક સમસ્યાઓ, અકસ્માત અને રાજકીય ઘટનાક્રમથી ભરેલો રહ્યો.
