Friday, January 30, 2026
HomeGujaratઅમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટની વહેલી સુનાવણીની ખાતરી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટની વહેલી સુનાવણીની ખાતરી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન ક્રેશ કેસમાં સુપ્રીમ કોર્ટે વહેલી તકે સુનાવણી કરવાની ખાતરી આપી છે. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં જણાવ્યું હતું કે સરકાર તેમજ AIIB તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે ટૂંક સમયમાં કેસની તારીખ નક્કી કરી સુનાવણી શરૂ કરવામાં આવશે.


અમદાવાદઃ ગ્રામ્ય કોર્ટને ફરી બોમ્બની ધમકી, તંત્ર એલર્ટ

અમદાવાદની ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર ઇમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઇમેલમાં કોર્ટ પરિસરમાં બે આત્મઘાતી હુમલાખોરો હાજર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ઇમેલ તમિલનાડુમાંથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને તૈયાર સ્થિતિમાં મુકાઈ છે, જ્યારે પોલીસ દ્વારા કોર્ટ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments