Friday, January 30, 2026
Homeગુજરાતઆટકોટ બાળ દુષ્કર્મ કેસમાં ન્યાયની જીત: ૪૩ દિવસમાં આરોપીને ફાંસી

આટકોટ બાળ દુષ્કર્મ કેસમાં ન્યાયની જીત: ૪૩ દિવસમાં આરોપીને ફાંસી

આટકોટ બાળ દુષ્કર્મ કેસમાં ન્યાયની જીત: ૪૩ દિવસમાં આરોપીને ફાંસી

રાજકોટ:
આટકોટમાં ૭ વર્ષની નિર્દોષ બાળકી પર થયેલા નરાધમ દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપતાં આરોપી રેમસિંહ. ડુડવાને ફાંસીની સજા ફટકારી છે. ઘટનાની ગંભીરતાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું, ત્યારે માત્ર ૪૩ દિવસમાં ન્યાય મળતા ન્યાયવ્યવસ્થાની કાર્યક્ષમતા સામે આવી છે.

પોલીસે કેસને અતિ સંવેદનશીલ માની ૧૧ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં ડે-ટુ-ડે ટ્રાયલ દરમિયાન પુરાવા અને સાક્ષ્યોની ઝડપી સુનાવણી કરવામાં આવી. બાળકી પર કરાયેલ ક્રૂરતા અને અમાનવીય અત્યાચારને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના કૃત્યને ‘રેસ્ટ ઓફ ધ રેર’ ગણાવ્યું.

પોક્સો કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે આવા જઘન્ય ગુનાઓમાં કડકતમ સજા જ સમાજમાં ન્યાય અને ભયમુક્ત વાતાવરણ સ્થાપિત કરી શકે. પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયના સંકલિત પ્રયાસોના કારણે માસૂમને ઝડપી અને અસરકારક ન્યાય મળ્યો હોવાનું કોર્ટએ નોંધ્યું છે.

આટકોટની ઘટનાએ રાજ્યભરમાં ઉગ્ર પ્રતિક્રિયા જગાવી હતી, ત્યારે કોર્ટના આ કડક ચુકાદાને સમાજ માટે દ્રઢ સંદેશ અને ન્યાયની સ્પષ્ટ જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments