આમિર ખાન હવે ’મહાભારત’ નહીં બનાવે, ૩ ફિલ્મો ગુમાવવાનો અંદેશ હતો

છેલ્લા ૫-૬ વર્ષથી ચર્ચા થઈ રહી હતી કે આમિર ખાન ’મહાભારત’ પર એક મોટી ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. ગત વર્ષે એવું કહેવામાં પણ આવ્યું હતું કે તે તેને મોટી સ્ક્રીન માટે નહીં બનાને, પરંતુ અમુક પાર્ટ્સમાં ઓટીટી પર લાવવાનું પ્લાનિંગ કરી રહૃાા છે. પરંતુ તાજા રિપોર્ટ્સના અનુસાર, તેણે તેને બનાવવાનો વિચાર સંપૂર્ણપણે છોડી દીધો છે. તેની પાછળ ઘણા કારણો હોવાનું જણાવવામાં આવી રહૃાું છે.

ખાસ કરીને મહાકાવ્ય પર તેને ફિલ્મ બનાવવા માટે આ યોગ્ય સમય નથી લાગી રહૃાો. સ્પોટબોયે આમિરના નજીકના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, સારા અને ખરાબ તમામ પાસાઓને જોયા બાદ આમિર ખાને ’મહાભારત’ ન બનાવવાનો નિર્ણય કર્યો છે. કોઈના માટે તે સમજ્યા વિચાર્યા વગર વિવાદાસ્પદ થઈ શકે છે.

તેના કરતા પણ જરૂરી વાત એ છે કે, જે રીતે તેઓ તેને બનાવવાનું પ્લાિંનગ કરી રહૃાા હતા, તે વ્યાવસાયિક રીતે વ્યાવહારિક નથી. આ બધાથી અલગ મહાભારતને ૫ કિમતી વર્ષો આપવાનો અર્થ હતો કે ઓછામાં ઓછી ત્રણ ફિચર ફિલ્મ ગુમાવવાનો હતો, તેથી ’મહાભારત’ નહીં બનાવે.