૧૮૦ કિલો વજન ઉપાડીને જીમમાં સૌથી અલગ જ કસરત કરે છે ટાઇગર શ્રોફ

બોલિવૂડના તમામ સેલેબ્સ ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક છે અને જીમમાં કલાકો સુધી પરસેવો પાડતા હોય છે જેથી તેમની ફિટનેસ સારી રહે. ટાઇગર શ્રોફ પણ તેની આગામી ફિલ્મ રેમ્બો ફર્સ્ટ બ્લડની તૈયારીમાં કલાકો સુધી જીમમાં પરસેવો પાડતો રહે છે. ફિલ્મમાં ટાઇગર સિલ્વેસ્ટર સ્ટેલોનના લૂકમાં જોવા મળશે અને તેના માટે એક મજબૂત શરીર બનાવી રહૃાા છે. જીમમાં પરસેવો ઉપરાંત ટાઇગર શ્રોફ પણ તેના આહારમાં ખૂબ ધ્યાન આપે છે. તે ડેલી આઠ ઇંડા તેમજ ચિકન અને માછલી ખાય છે. ચાલો જાણીએ ટાઇગર શ્રોફની ફિટનેસનું રહસ્ય. ટાઇગર શ્રોફ ફિટ રહેવા માટે કસરત, હેલ્દી આહારનું પાલન કરે છે, જ્યારે તે ખરાબ વસ્તુઓના વ્યસનથી પણ દૂર રહે છે. ટાઇગર આલ્કોહોલ કે સિગરેટ પીતો નથી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ધૂમ -૩ ના શૂિંટગ દૃરમિયાન ટાઇગર શ્રોફે આમિર ખાનને બોડી બનાવવામાં મદદ કરી હતી. ટાઇગરે ત્રણ વર્ષથી ફ્લેક્શીબીલીટી અને મોશનની તાલીમ પણ લીધી છે. ટાઇગર શ્રોફે રાષ્ટ્રીય કક્ષાના જીમ્નાસ્ટ જિલે સિંહ મવાઈ પાસેથી તાલીમ લીધી હતી. ટાઇગરને માર્શલ આર્ટ્સની તાલીમ પણ આપવામાં આવે છે. ટાઇગર તેના રોજના નાસ્તામાં બ્રેડ અને ઓમેલેટ સાથે આઠ ઇંડા લે છે.

આ સિવાય તે નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ પણ ખાય છે. ટાઇગર લંચમાં બ્રાઉન રાઇસ ચિકન અને માછલી સાથે ખાય છે. બપોરના જીમ પછી પ્રોટીન શેક પીવે છે. ટાઇગર શ્રોફ જીમમાં વિવિધ કસરતો કરે છે. ઉદાહરણ તરીકે, સોમવારે, બેક માટેની કસરત કરે છે. ૮૦ થી ૮૫ કિગ્રા વજન સાથે પુલ-ડાઉન કરે છે. મંગળવાર ચેસ્ટ કસરત કરે છે. બુધવારે પગની કસરત. આ દિવસે, તે વિવિધ વજન સાથે વિવિધ કસરતો કરે છે. ગુરુવારે, તે આમર્સ વ્યાયામ કરે છે. શુક્રવારે શોલ્ડર વ્યાયામ કરે છે. શનિવારે મિક્સ કસરત કરે છે. તે રવિવારે એબ્સ એક્સરસાઇઝ કરે છે.