HomeLocal Newsઆજે કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ : રાજકોટ સહિત 12 જીલ્લાઓમાં યલો એલર્ટ

આજે કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ : રાજકોટ સહિત 12 જીલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે. એકથી બે દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનો રેકોર્ટ તૂટે તેવી સંભાવના છે.
આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41ડિગ્રીથી 44ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.
હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11 થી 14 મે સુધી ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસનું ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ’યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. તાજેતરમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે. સુરત, પોરબંદર, કેશોદ અને કંડલા જેવા સ્થળોએ અત્યારે હીટવેવની સ્થિતિ યથાવત છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43ડિગ્રી, અમરેલીમાં 44ડિગ્રી, વડોદરામાં 44ડિગ્રી, રાજકોટમાં 44ડિગ્રી, સુરતમાં 42ડિગ્રી, ભાવનગરમાં 42ડિગ્રી, ભુજમાં 43ડિગ્રી, દાહોદમાં 41ડિગ્રી, ગાંધીનગરમાં 43ડિગ્રી, કંડલામાં 41ડિગ્રી અને પોરબંદરમાં 40ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11થી 17 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11થી 14 મે સુધી ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસનું ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે.
આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ’યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments