HomeLocal Newsઅમરેલી જિલ્લામાં વરિયાળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૪૦૦ થી ૫૦૦ સુધી પહોંચ્યા

અમરેલી જિલ્લામાં વરિયાળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૪૦૦ થી ૫૦૦ સુધી પહોંચ્યા

        અમરેલી જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે બ્રાન્ડેડ કંપનીના કોલ્ડ્રીંક્સ કરતાં પરંપરાગત ઠંડક આપતા પીણાં તરફ વધુ વળી રહ્યા છે. ખાસ કરીને ઉનાળાની રુતુમાં વરિયાળી અને લીંબુના શરબતની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ ઉપરાંત મુખવાસ માટે પણ ખાસ ઉપયોગમાં લેવાતી વરિયાળીની વધતી માંગના કારણે હવે વરિયાળીના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. અને હાલ છુટક બજારમાં એક કિલો વરિયાળીનો ભાવ રૂપિયા 400 થી 500 સુધી બોલાઈ રહ્યો છે.
            સાવરકુંડલામાં વરિયાળી શરબતનું વેચાણ કરતા રાહુલભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે તેઓ સિઝનલ શરબતનું વેચાણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે છેલ્લા દસ દિવસમાં વરિયાળીના શરબતના વેચાણમાં આશરે 50 ટકા સુધીનો વધારો થયો છે. શરૂઆતમાં રોજના 20 થી 30 લોકો શરબત પીવા આવતા હતા, જ્યારે હાલ રોજના 100થી વધુ લોકો વરિયાળીના શરબતનો સ્વાદ માણી રહ્યા છે. લોકો હવે કોલ્ડ્રીંક્સ કરતાં કુદરતી ઠંડક આપતા પીણાંને વધુ પ્રાથમિકતા આપી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
           અમરેલી શહેરમાં હોલસેલ અનાજ-કિરાણા વેપાર કરતા હરેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સિઝનના કારણે તથા મુખવાસ માટે ખાસ વપરાતી વરિયાળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજની પાંચથી આઠ કિલો સુધી વરિયાળીના વેચાણ થઈ રહ્યા છે. હોલસેલ માર્કેટમાં 20 કિલો વરિયાળીના ભાવ રૂપિયા 6 હજારથી 10 હજાર સુધી બોલાઈ રહ્યા છે. વધતી માંગ અને ગરમીના કારણે ભાવોમાં વધારો નોંધાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મિલાપ રૂપારેલ દ્વારા








RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments