Friday, February 13, 2026
Homeગુજરાતમોરબીમાં મચ્છુ નદી ઉપરનો પાડાપુલ રીપેરીંગ માટે બંધ, વાહન વ્યવહાર અટકાવાયો

મોરબીમાં મચ્છુ નદી ઉપરનો પાડાપુલ રીપેરીંગ માટે બંધ, વાહન વ્યવહાર અટકાવાયો

મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલ પાડાપુલને ગુરુવાર રાત્રે 12 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પુલની સુરક્ષા અને મજબૂતી માટે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પુલમાં બેરિંગ અને જોઈન્ટ બદલવાની કામગીરી માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે બે દિવસ અગાઉ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી પુલને બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી 45 દિવસ દરમિયાન પુલના 9 સ્પાન (ગાળા)ના કુલ 54 બેરિંગ બદલાશે તેમજ 10 જોઈન્ટ નવીન લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સૂચના આપવામાં આવી છે.

પુલનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થયા બાદ ફરીથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments