Friday, January 30, 2026
Homeગુજરાત31 ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજકોટ પોલીસ અલર્ટ, SOG–FSLની સંયુક્ત કાર્યવાહીથી શહેરમાં સઘન...

31 ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજકોટ પોલીસ અલર્ટ, SOG–FSLની સંયુક્ત કાર્યવાહીથી શહેરમાં સઘન ડ્રગ્સ ચેકિંગ

નવાં વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને 31 ડિસેમ્બરે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ સંપૂર્ણ અલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશીલા પદાર્થોના ઉપયોગ અને વેચાણ પર કડક નિયંત્રણ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે રાજકોટ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન હાઈટેક મશીનરી અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરી શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને સ્થળોની તપાસ કરવામાં આવી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રગ્સ, નશીલા પદાર્થો તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનો મુખ્ય હેતુ છે. આ માટે શહેરના સંવેદનશીલ વિસ્તારો, જાહેર સ્થળો, હોટલ-રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ તેમજ મુખ્ય માર્ગો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments