જાણો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, કયા મહિનામાં ક્યાં ખાસ તહેવારો ઊજવવામાં આવશે…

હિંદુ પંચાંગ પ્રમાણે નવા વર્ષની શરૂઆત માગશર મહિનાના વદ પક્ષની બીજ તિથિથી થઇ રહી છે. પહેલાં મહિનામાં એક મોટો પર્વ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઊજવવામાં આવશે. તે પછી અન્ય મોટા તહેવારોમાં 16 ફેબ્રુઆરીએ વસંત પંચમી, 11 માર્ચના રોજ શિવરાત્રિ, 29 માર્ચના રોજ હોળી, 26 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા, 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન, 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી, 10 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ, 7 ઓક્ટોબરથી નવરાત્રિ, 15 ઓક્ટોબરના રોજ દશેરા, 4 નવેમ્બરના રોજ દિવાળી અને વર્ષના છેલ્લાં મહિને 18 ડિસેમ્બરના રોજ દત્ત જયંતી ઊજવવામાં આવશે.