જામનગરમાં જેએમસીની લિટમાં સાત લોકો ફસાયા, દોઢ કલાક બાદ બહાર કઢાયા

જામનગર મહાનગરપાલિકાની લિટમાં બહારથી આવેલા સાત લોકો ફસાયા હતા. અવારનવારની માફક ફરી એકવાર મહાનગરપાલિકાની લિટમાં ફસાતા બહારથી આવેલા સાત જેટલા અરજદારોને એકાદ કલાક જેટલો સમય અધવચ્ચે અટવાયેલી લિટમાં ગાળવો પડ્યો હતો. લિટ ફસાવવાની ઘટનાને લઇને ડેપ્યુટી કમિશનર વસ્તાની અને ફાયર વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો પણ દોડી આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના કોમ્પલેક્ષમાં ત્રીજા માળ અને બીજામાં વચ્ચે ફસાયેલી લિફટમાંથી લોકોને બહાર કાઢવા કવાયત આદરી હતી.

અને મહામુસીબતે એકથી દોઢ કલાક બાદ ફસાયેલા સાથે લોકોને બહાર કાઢ્યા હતા ત્યારે લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જામનગર મહાનગરપાલિકાની લિટમાં બહારથી આવેલા સાત લોકો ફસાયા હતા. અવારનવારની માફક ફરી એકવાર મહાનગરપાલિકાની લિટમાં ફસાતા બહારથી આવેલા સાત જેટલા અરજદારોને એકાદ કલાક જેટલો સમય અધવચ્ચે અટવાયેલી લિટમાં ગાળવો પડ્યો હતો.

લિટ ફસાવવાની ઘટનાને લઇને ડેપ્યુટી કમિશનર વસ્તાની અને ફાયર વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો પણ દોડી આવ્યો હતો. લિટમાં ફસાયેલા રમેશભાઈના જણાવ્યા પ્રમાણે અમે લિટમાં સાત લોકો હતો ત્યારે અચાનક લિટ બંધ થઈ ગઈ હતી. અને અમે લિટમાં ફસાયા હતા. ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ આવી હતી. આશરે પોણો કલાક લિટમાં ફસાયા બાદ અમને બહાર કાઢવામાં આવ્યા હતા.