સિયાચીનને આઝાદ કરાવનાર ગુમનામ નાયક નરેન્દ્ર ’બુલ’ કુમારનું નિધન

૧૯૮૪ના એક મોટા સંઘર્ષ બાદૃ ભારતીય સેનાએ પાકિસ્તાનને હરાવીને સિયાચિનને પોતાના કબ્જામાં લીધું હતું. ભારતને આ ગ્લેશિયર અપાવવામાં જે ગુમનામ નાયકની મહત્વપૂર્ણ ભૂમિકા હતી તે હતા કર્નલ નરેન્દ્ર ’બુલ’ કુમાર. તેમણે આજે દિલ્હીની આરઆર હોસ્પિટલમાં અંતિમશ્ર્વાસ લીધાં.

કર્નલ નરેન્દ્ર કુમારના સિયાચિન ફતેહ વિશે કહેવામાં આવે છે કે ૭૦ના દૃાયકાના અંતમાં એક જર્મન પર્વતારોહીએ તેમને ઉત્તરિય કાશ્મીરનો નકશો દેખાડ્યો જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રેખાના ક્યાંક ઉત્તરમાં હતી જેની તેમને આશા હતી. આ નકશામાં સિયાચિન ગ્લેશિયર સહિત પૂર્વી કારાકોરમના મોટા ભાગનો હિસ્સો પાકિસ્તાનને આપી દૃેવામાં આવ્યો હતો. કર્નલ બુલ કુમારે આ નકશાને પોતાની ઓફિસમાં મોકલી દીધો. જે બાદ કર્નલ કુમારની સુચનાઓ બાદ આર્મીએ ૧૯૮૪માં ’ઓપરેશન મેઘદૃુત’ શરૂ કર્યું અને સાલ્ટોરો રેંજ સહિત મુખ્ય સ્થળો પર કબ્જો કરી લીધો.

ભારતીય સેનાની દૃુનિયામાં ’બુલ કુમાર’ના નામથી મશહૂર કર્નલ નરેન્દ્ર કુમારના આ નામ પાછળ એક રોચક પ્રસંગ જોડાયેલો છે. અંગ્રેજીના ’બુલ’ શબ્દનું ઉપનામ કર્નલ નરેન્દ્ર કુમારના નામ સાથે ત્યારે જોડાયું જ્યારે નેશનલ ડિફેન્સ એકેડમીમાં તેઓ પોતાની પહેલી બોક્સિગં મેચમાં પોતાનાથી ૬ ઈંચ લાંબા અને મોટા પ્રતિસ્પર્ધિ સાથે એક બળદૃની જેમ લડત આપી. આ બોક્સિગં મેચમાં નરેન્દ્ર કુમાર પોતાના પ્રતિદ્વંદી અને સિનિયર સુનિથ ફ્રાંસિસ પોડ્રિગ્ઝ સામે હારી ગયા પરંતુ લોકોનું દિલ જીતી લીધું. જે બાદ બુલ ઉપનામ તેમની સાથે હંમેશા જોડાઈ ગયું.

આર્મીમાં બુલ કુમારના નામથી મશહૂર થયેલા કર્નલ નરેન્દ્ર કુમાર ત્રણ વર્ષ સુધી હિમાલયન પર્વતારોહણ સંસ્થાનના પ્રધાનાચાર્ય રહૃાાં અને પછી વર્ષ ૧૯૭૧ થી ૧૯૭૭ સુધી ગુલમર્ગ કશ્મીર સ્થિત નેશનલ સ્કી સ્કુલના પ્રધાનાચાર્ય રહૃાાં.