ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે…

ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે...
ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે...

ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે તેના નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે. નવા નિયમો 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો માટે 1% ચાર્જ કરવામાં આવશે.

PayTM, CRED, MobiKwik અને ચેક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા કરવામાં આવતા ભાડાના વ્યવહારો પર ટ્રાન્ઝેકશનની રકમ પર 1 ટકાનો ચાર્જ પણ વસૂલવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે… પેમેન્ટ

આ નિયમ છે :
ચુકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000 છે. રૂ. 50,000થી વધુના યુટિલિટી ટ્રાન્ઝેકશન પર 1% ચાર્જ, રૂ. 50,000થી નીચેના ટ્રાન્ઝેકશન પર કોઈ વધારાનો ચાર્જ નહીં. જોકે, રૂ. 50,000થી વધુના વ્યવહારો પર 1 ટકા ચાર્જ લાગશે. પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000ની મર્યાદા છે. જો કે, વીમા વ્યવહારોને આ શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી છે. રૂ. 15,000થી વધુના ઈંધણ વ્યવહારો પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. રૂ. 15,000 થી ઓછા વ્યવહારો પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં. રૂ. 15,000થી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ પર 1 ટકા ચાર્જ લેવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 3,000ની મર્યાદા છે.

ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે… પેમેન્ટ

થર્ડ પાર્ટી એપ્સ પર 1% ફી :
કોલેજ અથવા સ્કૂલની વેબસાઈટ અને તેમના ઙઘજ મશીનો દ્વારા સીધા કરવામાં આવેલા વ્યવહારો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. CRED, PayTM જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેકશન પર 1% ચાર્જ લાગશે.

દરેક વ્યવહાર પર રૂ. 3000 ની મર્યાદા લાગુ થશે. તમામ આંતરરાષ્ટ્રીય અથવા ક્રોસ કરન્સી વ્યવહારો પર 3.5% ની માર્કઅપ ફી વસૂલવામાં આવશે. બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ફીનું માળખું રૂ. 100 થી રૂ. 300 સુધી સુધારવામાં આવ્યું છે.

ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે… પેમેન્ટ

સ્ટેટમેન્ટ ક્રેડિટ અથવા કેશબેક પર રિવોર્ડ રિડીમ કરનારા ગ્રાહકો પાસેથી રૂ. 50 ની રિડેમ્પશન ફી વસૂલવામાં આવશે. રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરતા ગ્રાહકોને દર મહિને 3.75% ચાર્જ કરવામાં આવશે. આ વ્યવહારની તારીખથી બાકી રકમની સંપૂર્ણ ચુકવણી સુધી લાગુ રહેશે.

કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઈઝી-ઈએમઆઈ વિકલ્પનો લાભ લેવા માટે, ગ્રાહકોએ રૂ. 299 સુધીની EMI પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here