એશિયન ગેમ્સમાં ભારતને શુટીંગમાં વધુ એક ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતને શુટીંગમાં વધુ એક ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સમાં ભારતને શુટીંગમાં વધુ એક ગોલ્ડ મેડલ
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દમદાર દેખાવ જારી રહ્યો છે અને આજે વધુ એક ગોલ્ડ સહિત બે મેડલ હાંસલ કર્યા હતા. રમતોત્સવના ચોથા દિવસે ભારતની વધુ એક શુટીંગ ટીમે બાજી મારીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મનુ ભાકર, ઈશાસિંહ તથા રિધમ સાંગ્વાનની ટીમે 25 મીટર પિસ્ટલ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

યજમાન ચીનને ત્રણ પોઈન્ટથી પરાસ્ત કર્યુ હતું. ભાકરે રાઉન્ડની શરૂઆતમાં જ બે પોઈન્ટની લીડ મેળવી લીધી હતી અને રાઉન્ડ આગળ વધવા સાથે લીડ વધતી રહી હતી. ભારતીય ટીમે કુલ 1759 પોઈન્ટ સ્કોર કર્યા હતા તેમ મતુના 590, ઈશાના 586 તથા રિધમના 583 હતા. ચીને 1727 પોઈન્ટ મેળવીને સિલ્વર તથા દક્ષિણ કોરીયાએ 1712ના સ્કોર સાથે કાંસ્ય મેડલ જીત્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આ ગોલ્ડ મેડલ સાથે ભારતે અત્યાર સુધીમાં 4 સુવર્ણચંદ્રક મેળવ્યા છે. આ સાથે ભારતના કુલ 16 મેડલ થયા છે અને મેડલ ટેલીમાં સાતમા સ્થાને રહ્યું છે. આજે એક ગોલ્ડ ઉપરાંત શુટીંગમાં જ ભારતે એક સિલ્વર મેડલ પણ જીત્યો હતો. 50 મીટર 3 પી ની ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સિફરકુમાર સમરા, અશી ચૌકસે તથા માનીની કૌશિકની ટીમ બીજા સ્થાને રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here