60 હજાર યુવાનોને રોજગારી આપતી રૂપાણી સરકાર

60 હજાર યુવાનોને રોજગારી આપતી રૂપાણી સરકાર
60 હજાર યુવાનોને રોજગારી આપતી રૂપાણી સરકાર

બેરોજગારીની વાત કરનારા કોંગ્રેસના નેતાઓ ખુદ બેકાર થઇ ગયા છે: રૂપાણીના પ્રહારો

સુરતમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ, કુલ 52 સ્થળે મેગાજોબ ફેર યોજાયા: આજે રાજય સરકાર દ્વારા રોજગાર દિવસની શાનદાર ઉજવણી કરાઇ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલની પણ હાજરી

ગુજરાતની ભાજપ સરકારના પાંચ વર્ષના સુશાસનની પુર્ણતા નીમિતે આજે રાજયભરમાં સરકાર દ્વારા રોજગાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે એક દિવસમાં રાજયના 60 હજાર બેરોજગાર યુવાનોને રૂપાણી સરકારે નોકરીના નિમણુંક પત્રો આપ્યા હતા

Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/ .

સુરત જિલ્લાના 5950 રોજગાર વાંછુઓને નિમણુંક પત્ર એનાયત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરી રહયા છે. પરંતુ સચ્ચાઇતો એ છે કે, તેઓ પોતે બેરોજગાર થઇ ગયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે રોજગાર દિવસે 50 હજાર યુવાનોને રોજગારી આપવાનું લક્ષ્યાંક હતું

પણ તેની સામે 62 હજાર યુવાનોને રોજગાર આપવામાં આવ્યો છે. ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. ગુજરાત એ તકની ભુમી ગણાય છે અને યુવાનોને રોજગાર મળે છે. રાજય સરકાર સતત વધુને વધુ યુવાનોને રોજગાર મળે એ માટે પ્રયત્ન સીલ છે.સુરતમાં યોજાયેલા રોજગાર દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યુવાનોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. રાજયમાં 60 હજાર યુવાનોને આજે રોજગાર દિવસ નિમિતે નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા જે રૂપાણી સરકારનો એક અનોખો વિક્રમ ગણાશે. સાથે સાથે બેરોજગાર યુવાનો માટે સેતુ રૂપ અનુબંધમ રોજગાર પોર્ટમનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

Read About Weather https://mausam.imd.gov.in/

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રાસંગીક ઉતભોગ કરર્યા હતા. રાજયમાં કુલ 52 જેટલા સ્થળે મેગા જોબફેરનું આયોજન કરીને યુવાનોને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here