5 સપ્ટેમ્બર શિક્ષક દિને ગુજરાત આવતા વડાપ્રધાન

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

250 ડિઝીટલ શાળાઓ મોદીના હસ્તે ખુલ્લી મુકાશે: 15 થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભાજપની જન આર્શીવાદ યાત્રા

આવતા મહિને તા.5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમીત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહયાનું રાજય સરકારના જાણકાર વર્તુળો તરફથી જાહેર કરવામાં આવ્યું છે. એ દિવસે ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલા ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયમાં 250 જેટલી ડિઝીટલ શાળાઓ વડાપ્રધાનના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. શ્રેષ્ઠ શાળાઓને પ્રમાણ પત્રોનું વિતરણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

તે પહેલા 15મી ઓગષ્ટ થી 21 ઓગષ્ટ સુધી ભાજપ દ્વારા રાજયમાં જન આર્શીવાદ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જન યાત્રામાં ભાગ લેવા માટે પાંચ-પાંચ કેન્દ્રીય મંત્રી ગુજરાત આવી રહયા છે. એમની આગેવાની નીચે રાજયભરમાં જન આર્શીવાદ યાત્રાઓ યોજાશે.

આ કાર્યક્રમની તૈયારીઓને આખરી રૂપ આપવા માટે આજે નવી દિલ્હીમાં ખાસ બેઠક યોજાઇ હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાંચ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહયા હતા અને યાત્રા આયોજન પર ચર્ચા વિચારણા કરી કાર્યક્રમને આખરી રૂપ આપવામાં આવ્યું હતું.

Read About Weather here

જન યાત્રાઓના ઇન્ચાર્જ તરીકે વિનોદ ચાવડા અને પ્રદિપસિંહ વાઘેલાને કામગીરી સોંપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here