હવે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરાને પણ મેટ્રો રેલ મળશે

હવે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરાને પણ મેટ્રો રેલ મળશે
હવે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરાને પણ મેટ્રો રેલ મળશે
ગુજરાતનાં અમદાવાદ અને સુરત મહાનગરોની જેમ અન્ય 4 શહેરોને પણ મેટ્રો રેલ સુવિધા આપવાનું આયોજન ગંભીરતાથી હાથ ધરવામાં આવી રહ્યાનું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં વરિષ્ઠ અધિકારીએ જાહેર કર્યું હતું. અમદાવાદ અને સુરતમાં ઝડપભેર મેટ્રો રેલવેની કામગીરી ચાલી રહી છે અને લગભગ પૂર્ણતાનાં આધારે છે. ત્યાંરે હવે પછીનાં તબક્કામાં રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરાને પણ મેટ્રો રેલની સુવિધાઓ આપવાનું આયોજન થઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મેટ્રો રેલ કોર્પોરેશનનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નવા 4 શહેરો માટે વિગતવાર પ્રોજેક્ટ રીપોર્ટ (ડીપીઆર) બનાવવાની કામગીરી ફ્રાન્સની ક્ધસલ્ટીંગ કંપની સિસટ્રાને સોંપવામાં આવી છે. કંપનીએ કામગીરી શરૂ પણ કરી દીધી છે. આ 4 શહેરોમાં પ્રમાણમાં ઓછી વસ્તી અને બાંધકામનાં ઓછા ખર્ચને ધ્યાનમાં લઇ 4 શહેરોમાં મેટ્રો નિયો તથા મેટ્રો લાઈટ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરાયું છે. કંપનીનાં શક્યતા દર્શી રીપોર્ટ બાદ નિયો અથવા લાઈટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે જેનો ખર્ચ મેટ્રો રેલ કરતા ઘણો ઓછો આવે છે. ફ્રેંચ કંપની વર્ષનાં અંત સુધીમાં પ્રોજેક્ટ રીપોર્ટ આપી દેશે તેવી શક્યતા છે.

Read About Weather here

ચારેય શહેરોમાં મેટ્રો લાઈન પાથરવાની અને પ્રોજેકટ તૈયાર કરવાની કામગીરી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ફ્રેંચ કંપની એ જાહેર પરિવહનમાં ખૂબ જ નિપુણતા ધરાવતી વિશ્વની નામાંકિત એન્જીનીયરીંગ અને ક્ધસલ્ટીંગ કંપની છે. જે મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટમાં ખાસ કાબેલીયત ધરાવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here