રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતો દારૂનો જથ્થો વાંકાનેર બાઉન્ડ્રી  ઝડપાયો

રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતો દારૂનો જથ્થો વાંકાનેર બાઉન્ડ્રી  ઝડપાયો
રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતો દારૂનો જથ્થો વાંકાનેર બાઉન્ડ્રી  ઝડપાયો
રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતો દારૂનો મોટો જથ્થો વાંકાનેર બ્રાઉન્ડ્રી નજીક મોરબી એલસીબીની ટીમે ઝડપીને દારૂની 6960 બોટલ સહિત આઇસર ડ્રક અને મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ રૂ.36.17 લાખના મુદ્ામાલ સાથે બેને ઝડપી લીધા છે અને અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મોરબી એલસીબી  પેટ્રોલિંગમાં હોય દરમિયાન દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઈસર ટ્રક પસાર થતા ટ્રકને આંતરી લેવામાં આવી હતી જે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ભુસાની આડમાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે દારૂની ગણતરી કરતા મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ  કીંમત રૂ 14,85,000, ઓલસીઝન ગોલ્ડન વ્હીસ્કી બોલત નંગ 1800 કીંમત રૂ 10,80,000, મેઝીક મૂમેન્ટ વોડકા બોટલ નંગ 1080 કીમત રૂ 4,32,000 બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ 120 કીમત રૂ 1,02,000 જેટલો દારૂનો જથ્થો તેમજ આઈસર જીજે 15 એટી 6661 કીંમત રૂ. 5 લાખ, મોબાઈલ નંગ 2 કીંમત રૂ. 10,000  રોકડ રૂ. 8900 મળીને કુલ રૂ. 36,17,900નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ટ્રકમાં સવાર આરોપી લાલુરામ વિજયરામ મીણા અને પીન્તુભાઈ માંગીલાલ ડાંગી રહે બંને ઉદયપુર રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે તો અન્ય આરોપી લોગરાજ ઉર્ફે બબ્બી રહે આબુ રોડ રાજસ્થાન અને ઈંગ્લીશ દારૂ ભરેલ ગાડી આપનાર ગોવિંદ રબારી  નાથદ્વારા રાજસ્થાન એમ બે આરોપીના નામો ખુલ્યા છે.

Read About Weather here

જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સુરેશભાઈ હુંબલ, શક્તિસિંહ ઝાલા, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ ફૂગસીયા, રવિરાજસિંહ  ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here