રાજકોટ જિલ્લામાં માત્ર 38 ટકા, દ્વારકામાં 3 અને બોટાદ ડેમોમાં માત્ર 7 ટકા પાણી

રાજકોટ જિલ્લામાં માત્ર 38 ટકા, દ્વારકામાં 3 અને બોટાદ ડેમોમાં માત્ર 7 ટકા પાણી
રાજકોટ જિલ્લામાં માત્ર 38 ટકા, દ્વારકામાં 3 અને બોટાદ ડેમોમાં માત્ર 7 ટકા પાણી
ભરઉનાળે પીવાના પાણીની વધતી જતી માંગ અને બીજીતરફ જળાશયોમાં વેગપૂર્વક ઘટતી જતી પાણીની સપાટીને કારણે સૌરાષ્ટ્રમાં ગંભીર જળસંકટ સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે. મોટાભાગનાં જળાશયોમાં જળરાશી ઘટી ગઈ છે અથવા તો ડેમ સાવ સુકાઈ જવાની તૈયારીમાં છે. સૌરાષ્ટ્ર ટેન્કર યુગમાં પાછું ફરી રહ્યું છે. સૌરાષ્ટ્રનાં કુલ 141 ડેમોમાં પાણીનો જથ્થો માત્ર 39 ટકા જેટલો જ બચ્યો હોવાનું પાણી પુરવઠા વિભાગનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટનાં જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 38 ટકા બચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 19 ટકા, જામનગર જિલ્લામાં 20 ટકા જળજથ્થો ડેમોમાં બાકી રહ્યો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ દ્વારકા અને બોટાદ જિલ્લાની છે કેમકે ત્યાં જળાશયો સાવ ખાલીખમ થઈ જવાની તૈયારીમાં છે. બોટાદમાં ડેમોમાં માત્ર 7 ટકા અને દ્વારકામાં માત્ર 3 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે એટલે ગમે ત્યારે એ વિસ્તારોમાં ગંભીર જળસંકટ સર્જાશે તેવું લાગે છે.

ઉનાળામાં પાણીની માંગમાં સતત વધારો થાય એ સ્વાભાવિક છે. પરંતુ સામે બાજુ એવી પરિસ્થિતિ છે કે, ડેમોની સપાટી ઝડપથી ઘટી રહી છે અથવા તો ઘટી ગઈ છે. કુવાનાં નિર સુકાઈ ગયા છે. એટલે નળવાટે પાણી આપવાનું પણ મુશ્કેલ થતું જાય છે. મોટાભાગનાં શહેરોમાં નળથી પાણી ઓછા દબાણથી અથવા ઓછું મળતું હોવાની સેંકડો ફરિયાદોનો રોજેરોજ તંત્ર પાસે ઢગલો થાય છે.

Read About Weather here

અનેક વિસ્તારોમાં ટેન્કર મોકલવા પડી રહ્યા છે. તેનાથી પણ લોકોને પૂરતું પાણી મળી રહ્યું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. રાજકોટ જિલ્લામાં તો 55 થી વધુ ગામોની પ્રજા પાણી માટે ટેન્કર પર જ અવલંબિત થઇ ગઈ છે. જો મેઘરાજા સમયસર કૃપા નહીં વરસાવે તો જળસંકટ વધુ ઘેરું બનવાની પૂરી શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here