સ્વ.બિપીન રાવત, સ્વ.ખેમકા, પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ

સ્વ.બિપીન રાવત, સ્વ.ખેમકા, પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ
સ્વ.બિપીન રાવત, સ્વ.ખેમકા, પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ

ગુલામ નબી આઝાદ, વિક્ટર બેનર્જી, સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ
ડો.લતા દેસાઈ, સવજીભાઈ ધોળકિયા, આદિવાસી નેતા રમીલાબેન ગામીત અને પ્રખ્યાત ગુજરાતી કવિ સ્વ.ખલીલ ધનતેજવીને પદ્મશ્રી પુરસ્કાર

દેશના 73 માં પ્રજાસત્તાક પર્વ દિને દેશના ભિન્ન-ભિન્ન ક્ષેત્રોનાં સિધ્ધિ પ્રાપ્ત મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ભારત રત્ન પછીનાં બીજા ક્રમનાં પદ્મ વિભૂષણ સન્માનથી ચાર મહાનુભાવોને નવાજવામાં આવ્યા છે અને ગુજરાતનાં સ્વામી સચ્ચિદાનંદ કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ, વિક્ટર બેનર્જી, સત્ય નડેલા, સુશ્રી મધુર જાફરી સહિતનાં 17 મહાનુભાવોને રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતનાં 7 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઇ છે. શિક્ષણ અને સાહિત્યમાં યોગદાન બદલ સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. જયારે ગુજરાતનાં જાણીતા સેવાભાવી તબીબ ડો.લતા દેસાઈ, જાહેર બાબતોનાં અગ્રણી માલજીભાઈ દેસાઈ, વિખ્યાત કવિ અને શાયર સ્વ.ખલીલ ધનતેજવી, સામાજીક અગ્રણી અને સેવાભાવી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા, વિજ્ઞાન અને એન્જીનીયરીંગનાં મહાનુભાવ જયંતકુમાર મગનલાલ વ્યાસ અને આદિવાસી કલ્યાણ માટે આજીવન સંઘર્ષ કરનાર મહિલા આગેવાન રમીલાબેન રાયસિંઘભાઈ ગામીતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ રીતે એવોર્ડ વિજેતા 71 મહાનુભાવોને યાદીમાં 7 નામ ગુજરાતીઓનાં છે.

આર્ટની દુનિયાનાં સુશ્રી પ્રભા અત્રે, યુ.પી. નાં સાહિત્ય અને શિક્ષણ માંધાતા સ્વ.રાધેશ્યામ ખેમકા (મરણોત્તર), સીડીએસ જનરલ બિપીન રાવત (મરણોપ્રાંત) અને યુ.પી. નાં જાણીતા આગેવાન તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કલ્યાણસિંઘ (મરણોપ્રાંત) ને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. કોંગ્રેસનાં આગેવાન ગુલામ નબી આઝાદ, પશ્ચિમ બંગાળનાં માર્કસવાદી નેતા બુધ્ધદેવ ભટાચાર્ય, બંગાળનાં અભિનેતા વિક્ટર બેનર્જી, પંજાબનાં લોકગાયિકા સ્વ.ગુરમીત બાવા, રસોઈ કલાનાં નિષ્ણાંત અને

Read About Weather here

હાલ અમેરિકા વસતા સુશ્રી મધુર જાફરી, ઇન્ફો ટેકનોલોજીનાં માંધાતા સત્ય નડેલા, સુંદર રાજન પીચાઈ, સાયરસ પુનાવાલા, પ્રતિભા રે સહિતનાં 17 મહાનુભાવોને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ પ્રહલાદરાય અગ્રવાલ, શિક્ષણ માંધાતા જે.કે.બજાજ અને પ્રોફેસર નઝમા અખ્તર, મેડીસીન નિષ્ણાંત ડો.હિંમતરાવ બાવસકર, ભાલા ફેંકનાં ગોલ્ડ મેડલ વિજેતા નિરજ ચોપડા, સામાજીક કાર્યકર શકુંતલા ચૌધરી, ફૈઝલઅલી દાર વગેરે મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here