દાતાઓ દ્વારા ડાયાલિસિસ વિભાગનો શુભારંભ

દાતાઓ દ્વારા ડાયાલિસિસ વિભાગનો શુભારંભ
દાતાઓ દ્વારા ડાયાલિસિસ વિભાગનો શુભારંભ

પંચનાથ હોસ્પિટલનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થતા
પવન જૈન તરફથી પોર્ટેબલ એક્સ-રે મશીન હોસ્પિટલને અનુદાન
હોસ્પિટલમાં રૂ.10માં તાવ-શરદી, ઉધરસ, ટાઈફાઇેડ જેવા રોગોની તપાસણી: દર્દીઓને 3 દિવસની દવા નિ:શુલ્ક

ગત તા. 21/01ને શુક્રવારના રોજ પંચનાથ હોસ્પિટલના બીજા વર્ષના મંગલ પ્રવેશના પાવન પર્વ પર દેવાધિદેવ મહાદેવના સાંનિધ્યમાં તથા અનેક મહાનુભાવો તથા દાતાઓની ઉપસ્થિતિ વચ્ચે ડાયાલિસિસ વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમના સંચાલન પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે હોસ્પિટલના મુખ્ય દાતા કિશોરભાઈ કોટેચા, પી ડી અગ્રવાલ, સત્યવ્રતી અગ્રવાલ, ઋષભ અગ્રવાલ, મુકેશભાઈ દોશી, પ્રતાપભાઈ પટેલ, અશોકભાઈ કપૂર, એસ પી ઉત્પલ, પ્રદીપજી સૂજી,આનંદ શર્મા,અશોક શર્મા,રામચંદ્ર શૈલી, મનસુખભાઇ પટેલ, ધીરૂભાઇ ડોડીયા માનદમંત્રી મયૂરભાઇ શાહ, ડી વી મહેતા, ટ્રસ્ટીઓ અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નિરજભાઇ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, આર સી પીઠડીયા, નિખીલભાઇ મહેતા, પંકજભાઇ ચગ ધ્રૂતિબેન ધડૂક તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોર્ટેબલ ડ – છઅઢ મશીન દ્વારા દર્દી જ્યાં દાખલ થયેલ છે . તે જ જગ્યાએ ડ – છઅઢ લઇ શકાશે તેવીજ રીતે ડાયાલિસિસની સારવાર પણ પોતાના બેડ ઉપરજ મેળવી શકાય છે. ડાયાલિસિસ સારવારની તમામ જરૂરી મશીનરીઓ મુંબઈ સ્થિત માલતીબેન ગીરીશભાઈ ગાંધી (હસ્તે ચૈતાલીબેન શુક્લ) પરમ શ્રધેય ધીરજમૂનિ મહારાજની પ્રેરણા થકી કોલકત્તા સ્થિત ડો ચમનભાઇ જે દેસાઈ,

Read About Weather here

જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન ( હસ્તે ચંદ્રવદનભાઇ દેસાઈ) જયાબેન નવનીતરાય પરીખ તથા સંધ્યાબેન પરીખ તરફથી પંચનાથ હોસ્પિટલને અનુદાનમા આપેલ છે. પંચનાથ હોસ્પિટલમાં રૂ.10/માં તાવ શરદી ઉધરસ મલેરીયા ડેન્ગયુ ટાઇફોઇડ જેવા રોગોની તપાસણી કરીને દર્દીઓને ત્રણ દિવસની દવા નિ:શુલ્ક ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.અંતમાં હોસ્પિટલ ઇન્ચાર્જ ધ્રૂતિબેન ધડૂકે હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગનો શુભારંભ કરવા બદલ હોસ્પિટલ ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here