દેશના આમ આદમીને ખાસ આદમી બનાવતા પદ્મ એવોર્ડ

દેશના આમ આદમીને ખાસ આદમી બનાવતા પદ્મ એવોર્ડ
દેશના આમ આદમીને ખાસ આદમી બનાવતા પદ્મ એવોર્ડ

વિવિધ ક્ષેત્રોમાં કોઈ પ્રસિધ્ધિ વિના અભૂતપૂર્વ સિધ્ધિ મેળવનારાઓનું અનેરૂ સન્માન; ગુજરાતનાં આદિવાસી રમીલાબેન ગામીતથી માંડીને પંજાબી લોકગાયીકા; ગુરમીત બાવા જેવા અનેક મહાનુભાવોનું સન્માન કરતી મોદી સરકાર

પદ્મ સન્માન એ દેશનું સૌથી મોટું અને વિશિષ્ટ સન્માન માનવામાં આવે છે. આ વખતે પણ મોદી સરકારે ભારતીય સમાજ જીવનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં સિધ્ધિઓ મેળવનારા પણ બહુ ઓછા જાણીતા અથવા તો બિલકુલ પ્રસિધ્ધિ ન મેળવી શકેલા આમ આદમીને પદ્મશ્રી એવોર્ડથી નવાઝીને એમની બહુમુખી પ્રતિભાઓનો દેશને પરિચય કરાવ્યો છે અને આ રીતે ગુમનામી વચ્ચે અસાધારણ કર્યો કરી નાખનાર આમ આદમીને ખાસ આદમી બનાવ્યા છે. પદ્મશ્રી એવોર્ડની યાદીમાં આવા અનેક નામ છે.

Visit Saurashtra Kranti Homepage here

સાત-સાત દાયકા સુધી નાદસ્વરમ નામનું વાજિંત્ર વગાડીને શાસ્ત્રીય સંગીતમાં કમાલ કરનાર અને સાથે-સાથે આઝાદીનાં લડવૈયા એવા આંધ્રપ્રદેશનાં જી.શેખ હાસનનું સન્માન કરવામાં આવ્યું છે. તેમણે ભદ્રાચલમનાં સિતારામચંદ્ર સ્વામી મંદિરમાં આજીવન ભગવાન રામની સ્તુતિમાં વહેલી સવારે ભક્તિનાં સૂર રેલાવ્યા છે. સરકારે એમને પદ્મશ્રી એનાયત કર્યો છે. એ જ રીતે કૃષિનાં પાકની વધુ ઉપજ માટે પોતે જ શોધી કાઢેલી અવનવી દેશી ટેકનીકથી કૃષિક્રાંતીનું સર્જન કરનાર યુ.પી. નાં શેઠપાલ સિંઘ લાખો ખેડૂતોનાં તારણહાર બન્યા છે. પદ્મશ્રી વિજેતા બીજા એક મહાનુભાવ છે મહારાષ્ટ્રનાં હિમતરાવ બવસ્કર તેઓ મહાળ વિસ્તારનાં ડોકટર છે. સર્પદંશ અને વિછીનાં ડંખની આબાદ સારવાર કરે છે અને આ વિસ્તારનાં સેંકડો ગરીબ લોકોનાં તારણહાર બન્યા છે. એમના કારણે અહીં સાપ, વિછીનાં ડંખથી થતા મૃત્યુનો આંક 40 ટકાથી ઘટીને માત્ર 1 ટકા થઇ ગયો છે.

વિખ્યાત પંજાબી મહિલા લોકગાયિકા ગુરમીત બાવાને મરણોપ્રાંત પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા છે. એમણે 25 દેશોમાં પંજાબી લોકગીતોને લોકોનાં હોઠ પર રમતા મુક્યા હતા. કર્ણાટકનાં ગમાકાશૈલીનાં ગાયક કેશવમૂર્તિ ગમાકા ગાયનમાં મહાન ઉસ્તાદ માનવામાં આવે છે. એમણે જાતે 100 જેટલા શાસ્ત્રીય રાગની શોધ કરી છે. કન્નડ ભાષામાં કથા, વાર્તા વાંચનની અનોખી શૈલીને તેમણે 6 દાયકા સુધી લોકો વચ્ચે જીવંત રાખી છે. આજે પદ્મશ્રીનાં રૂપમાં એમને ફળ મળ્યું છે.

જમ્મુ અને કાશ્મીરનાં ફૈઝલઅલી દાર કાશ્મીરનાં કરાટે કિડ માનવામાં આવે છે. એમણે રાજ્યનાં 4 હજારથી વધુ યુવાનોને કરાટે માસ્ટર બનાવ્યા છે અને આતંકનાં માહોલમાં યુવાનોમાં તક અને સપના સાકાર કરવાની અદ્દભુત મહેનત કરી રહ્યા છે. એમના અનેક વિદ્યાર્થીઓને વિશ્ર્વસ્તરે કિક બોક્સિંગમાં મેડલ મળ્યા છે.

ગુજરાતનાં તાપી વિસ્તારનાં આદિવાસી મહિલા કાર્યકર રમીલાબેન ગામીતને એમની આજીવન સેવા બદલ પદ્મશ્રી એવોર્ડ અપાયો છે. એમણે ખુલામાં શૌચક્રિયા બંધ કરાવી છે. મહિલાઓ માટે 300 સેનીટરી યુનિટ ઉભા કર્યા છે. આદિવાસી સમાજને પીડા આપતો સિકલસેલ એનિમિયા રોગથી જાગૃત કર્યા છે. શિક્ષણ, સ્વચ્છતા અને આરોગ્યમાં સ્વનિર્ભર બનાવ્યા છે. ઝારખંડનાં ગિરધારીરામ ઘોંજૂને મરણોપ્રાંત પદ્મશ્રી અપાયો છે. તેઓ રાંચીનાં વિખ્યાત શિક્ષણ શાસ્ત્રી હતા અને પ્રાદેશિક ભાષાઓને ફરી જીવંત કરી હતી. ઝારખંડી સંસ્કૃતિ અને ભાષાને બચાવવા એમણે પાંચ દાયકા સંઘર્ષ કર્યો.

Read About Weather here

ઓરિસ્સાનાં નરસિંઘપ્રસાદગુરૂ એક સ્થાનિક કૌશાલી ભાષાને નવજીવન આપ્યું હતું અને એ ભાષામાં 500 જેટલા ગીત લખ્યા હતા. એ ભાષાનો આખો શબ્દકોશ એમણે તૈયાર કર્યો હતો. આજ રીતે દેશનાં પ્રથમ વાછરડાને આઈવીએફ ટેકનોલોજીથી જન્મ અપાવનાર હરિયાણાનાં વયોવૃધ્ધ પશુ ચિકિત્સક મોતીલાલ મદન, ભરત નાટ્યમનાં નિપુન નૃત્યાંગના, તમિલનાડુનાં મુથ્થુ કનમલ્લ એ દેવદાસી પરંપરાનાં આખરી દેવદાસી છે. પંજાબમાં એક હજારથી વધુ રક્તપિત દર્દીઓની સેવાનો ઈતિહાસ રચનાર ડો.પ્રેમસિંઘ તેમજ ગીતા મહાભારત અને રામાયણને આમ જનતા સુધી પહોંચાડનાર પ્રકાશક યુ.પી. નાં રાધેશ્યામ ખેમકા (ગીતા પ્રેસનાં માલિક) જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. જેમણે દેશનું ધ્યાન ખેંચી પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. મોદી સરકારે વીણી-વીણીએ દેશમાંથી રતન શોધી કાઢ્યા છે અને એમનું બહુમાન કર્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here