સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું વધુ જોર

સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું વધુ જોર
સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું વધુ જોર
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના ખાસ કરીને કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહ્યું હતું અને ધોધમાર ૨થી ૪ ઈંચ વરસાદ વરસી જતા અને અન્યત્ર સમગ્ર રાજ્યના ૮૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ અને રાત્રિના ૮ સુધીમાં ૨૦૪ તાલુકામાં સચરાચર,સાર્વત્રિક વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રમાં આ વરસાદથી જળાશયોમાં ખાસ જળસંગ્રહ વધ્યો નથી, આજ સુધીમાં ૭૯ ટકા જળસંગ્રહ થયો છે. પરંતુ, મુરઝાતા મોલને વ્યાપક સ્થળોએ જીવતદાન મળ્યું છે. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલે પોરબંદર,જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના ગુજરાત માટે આવતીકાલે કોઈ એલર્ટ જારી કરાયું નથી. 

Read Saurashtra Kranti E-Paper here

મોરબી જિલ્લામાં આજે ગણેશોત્સવના પ્રારંભે સાર્વત્રિક બેથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ માળિયા મિયાણા તાલુકામાં આશરે ૪ ઈંચ (૯૦ મિ.મિ.) ટંકારામાં ૩.૫૦ ઈંચ, મોરબી શહેર તાલુકામાં તથા હળવદમાં સવા ત્રણ ઈંચ, વાંકાનેરમાં સવા બે ઈંચ વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. માળિયા તાલુકાના વેણાસર-ખાખરેચી વચ્ચેના કોઝવે પર તથા રંગપર જવાનો રસ્તા પર ધસમસતા પાણી ફરી વળ્યા હતા. ઝીકીયારી ગામે ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થતા  ચકમપર,જીવાપર, ઝીકીયારી, જસમતગઢ, જેતપર,શાપર, તથા માળિયા તાલુકાના માણાબા,સુલતાનપુર,ચીખલી સહિત ગામોને એલર્ટ કરાયા છે. મોરબીનો મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થતા દરવાજો એક ફૂટે ખોલાયો છે એ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. પોરબંદર જિલ્લામાં પોરબંદરમાં ૨ ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ, કુતિયાણામાં એક ઈંચ સહિત જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોના મહામુલા પાકને જીવતદાન મળ્યું છે. હજુ આવતીકાલે જિલ્લામાં વરસાદ વરસે તેવું હવામાન છે. 

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં આજે આખો દિવસ વરસાદી માહૌલ રહ્યો હતો અને સતત ઝરમર રૂપે સાંજ સુધીમાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું. જિલ્લામાં કોટડાસાંગાણીમાં અને ગોંડલમાં દોઢ ઈંચ, ઉપલેટામાં એક ઈંચ,   જ્યારે અન્યત્ર ઝાપટાં વરસ્યા હતા. જામકંડોરણામાં અર્ધો ઈંચ, 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here