સસ્તા થાય સોના-ચાંદી..!

સસ્તા થાય સોના-ચાંદી..!
સસ્તા થાય સોના-ચાંદી..!

સોના–ચાંદીના ભાવ છેલ્લા કેટલાક સામે થી 50000 ની આસપાસ જ રહેતો હતો ભાવ ઉતરે તો પણ 1000-2000 નો ફેર આવતો પરંતુ અત્યારે સોના ચાંદી માં ધરખમ ઘટાડો થયો છે. તહેવારો પર તો સોના ચાંદી મોંઘા બનતા હોય છે. પરંતુ આ તો ઊલટું થયું તહેવાર ઉપર જ ભાવ ઘટ્યો. છેલ્લા 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું રિટર્ન જોવા મળ્યું

સોના-ચાંદી પર શેરબજારની અસર જોવા મળે છે. શેરબજારમાં થતી હિલચાલ ની અસર તરત જ સોના ચાંદીના માર્કેટ પર થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

તહેવારોની સિઝન પૂર્વે ઓલટાઇમ હાઇથી સોનું 9600 અને ચાંદી 17000 સસ્તા થયાં

આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘવારી વધવાનું જોખમ હજુ યથાવત્ છે આ કારણે સોના-ચાંદીની કિંમતને તે સપોર્ટ કરે છે

છેલ્લા એક વર્ષમાં સોનું તેની સર્વોચ્ચ સપાટીથી રૂ. 9600 એટલે કે 20 ટકા સસ્તું થઇને રૂ. 48400 અને ચાંદી રૂ. 17500 એટલે કે 26 ટકા સસ્તી થઇ રૂ. 65500ની સપાટી સુધી નીચે ઉતરી ગયા છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું અને સૌથી વધુ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.

સસ્તા થાય સોના-ચાંદી..! સોના-ચાંદી

તે માન્યતા છેલ્લા એક વર્ષ માટે સાચી હોય તેમ બીએસઇ સેન્સેક્સ છેલ્લા એક વર્ષ દરમિયાન 16362 પોઇન્ટના ઉછાળા સાથે 54402 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ 43.05 ટકા વધી ગયો છે. તા. 7 ઓગસ્ટ-2020ના રોજ સોનું રૂ. 58000 અને ચાંદી રૂ. 73000ની ટોચે રમતાં હતા. ત્યારે સેન્સેક્સ 38041 પોઇન્ટની સપાટીએ હતો.

પરંતુ છેલ્લા એક વર્ષમાં સોના-ચાંદીમાં મંદીની જ્યારે શેરબજારોમાં તેનાથી વિપરીત તેજીની ચાલ જોવા મળી છે. ટૂંકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મૂડીરોકાણની દ્રષ્ટિએ સોના-ચાંદીમાં નેગિટિવ જ્યારે શેરબજારોમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે.

2020માં સોનામાં અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. જ્યારે ચાંદીમાં પણ 43% જેવું વળતર મળ્યું હતું પણ હવે ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

Read About Weather here

જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો દોઢથી બે વર્ષનો દૃષ્ટિકોણ રાખી સોનામાં રોકાણ કરો. આગામી દોઢ-બે વર્ષમાં તે 54000-55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું લેવલ બતાવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘવારી વધવાનું જોખમ હજુ યથાવત્ છે. તે ક્યાંક ને ક્યાંક સોના-ચાંદીની કિંમતને સપોર્ટ કરે છે. – અજય કેડિયા, બુલિયન નિષ્ણાત

સેન્સેક્સમાં 43% ઊછાળા સામે સોનું 20%, ચાંદી 27% તૂટ્યા

શેરબજારના રોકાણની અસર: સોનું ઘટી રૂ. 45500 થઇ શકે

કોરોનાની બીજી લહેર પછી દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેના કારણે રોકાણકારો ફરી શેરબજારો તરફ વળી રહ્યાં છે. તેનાથી સોના-ચાંદી ઉપર વેચવાલીનું પ્રેશર સર્જાયું હોવાનું નિષ્ણાત મનોજકુમાર જૈનનું કહેવું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here