શહર કી ખાખી મેં બહોત દમ હૈ, બદનામ બહોત હૈ ઓર નામ કમ હૈ

શહર કી ખાખી મેં બહોત દમ હૈ, બદનામ બહોત હૈ ઓર નામ કમ હૈ
શહર કી ખાખી મેં બહોત દમ હૈ, બદનામ બહોત હૈ ઓર નામ કમ હૈ

રાજકોટ મહાનગરનાં માર્ગો પર આમ જનતા-ટીઆરબી વચ્ચેનાં લમણાઝીંકનાં દ્રશ્યોને પગલે શહેરભરમાં જાગતી અનેકવિધ ચર્ચા, કારણો જાણવાની નિષ્ણાંતોની મથામણ
ટ્રાફિક બ્રિગેડનાં જવાનો પાસે પુરતી તાલીમ અને સમજણનો અભાવ હોવાની સંભાવના, ટ્રાફિકનાં જવાનોને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને વર્તન અંગેનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સંભાળે એ જરૂરી છે: અમદાવાદમાં સાગમટે ટ્રાફિક બ્રિગેડ જવાનોને નોકરીમાંથી હાંકી કઢાયા: રાજકોટમાં એવા પગલાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન લાવવામાં આવશે એ સવાલ મહત્વનો

રાજકોટ પોલીસની ટ્રાફિકશાખા અને ખાસ કરીને ટીઆરબી નાં ફરજ પરના જવાનોની વર્તણુંક અને કામગીરી છેલ્લા થોડા સમયથી વિવાદોનાં વમળ સર્જી રહી હોવાથી શહેરીજનો નિષ્ણાંતોની નજરમાં રાજકોટની પોલીસની સરેરાશ પ્રતિષ્ઠાને ગંભીર હાની પહોંચી રહી છે, તેવું લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરનાં દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓને પગલે શહેરીજનોનાં મનમાં અનેક પ્રકારનાં સવાલો ઉભા થઇ રહ્યા છે. સૌના હોંઠ પર એક જ સવાલ રમી રહ્યો છે કે, શું આવી પરિસ્થિતિ એટલે કે જનતા અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ નિવારવાના કોઈ ઉપાય અમલમાં મુકવામાં આવશે ખરા?

આ સવાલ હવે વધુને વધુ પ્રસ્તુત બન્યો છે. લોકોના મનમાંથી શંકા-કુશંકા અને ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો પ્રત્યે ઉભી થયેલી સુગ અને અવિશ્ર્વાસ દૂર કરવાનું પણ જરૂરી બન્યું છે. એવું નિષ્ણાંતો અને તજજ્ઞો કહી રહ્યા છે.

રાજકોટ શહેર ખૂબ જ ઝડપથી વિકાસ પામતું મહાનગર બન્યું છે. વસ્તીની સાથે-સાથે વાહનોની સંખ્યા પણ એકધારી વધતી જાય છે. મોટા રાજમાર્ગો પણ સાંકડા થઇ જતા દેખાઈ રહ્યા છે. પરિણામે ટ્રાફિકજામ અને ટ્રાફિક અવ્યવસ્થાનાં ગંભીર પ્રશ્ર્નો મહાનગર માટે ખૂબ જ મહત્વનાં બની ગયા છે.

ટ્રાફિકનાં નિયમન માટે ગોઠવવામાં આવતા ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને નિયંત્રણની ફરજ સોંપવામાં આવી છે. પરંતુ પોતાની ફરજની મર્યાદા વિશે ઓછું જાણતા કે નહીં જાણતા જવાનોને છાશવારે જનતા સાથે સંઘર્ષ થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે એકંદર ગુંચવાડો ઉભો થઇ રહ્યો છે.

લોકોને ગેરવર્તનને કારણે ટ્રાફિક બ્રિગેડ સાથે અથડામણ ઉતારવાની ફરજ પડે છે. ટ્રાફિક બ્રિગેડનાં કર્મીઓ પાસે તાલીમ અને સમજદારીનો સ્પષ્ટ અભાવ દેખાય રહ્યો છે. જેના ઉપલક્ષ્યમાં ટ્રાફિક પોલીસ અને પોલીસદળનાં અન્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની જવાબદારી વધી જાય છે.

ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને અવારનવાર કેમ વાહન ચાલકોને ખાસ કરીને બહેનો સાથે ઘર્ષણ થાય છે. જેના કારણોનું પોસ્ટમોર્ટમ કરવાની જવાબદારી વધુ શિક્ષિત ઉચ્ચ અધિકારીઓનાં સિરે રહે છે.

કમનશીબે અત્યારે એવી કોઈ જવાબદારી ઉચ્ચ અધિકારીઓ નિભાવતા ન હોવાનું શહેરીજનોને લાગી રહ્યું છે. એટલે સંઘર્ષનું એક વિષચક્ર રચાઈ રહ્યું છે. જે શહેરનાં ઉગ્રસ્ત હવામાન માટે સારો સંકેત આપતું નથી.

આ પરિસ્થિતિનો ઉકેલ મેળવવા માટે રાજકોટ પોલીસે સાઈન્ટીફિક ધોરણે પ્રયાસો કરવા જોઈએ. એ સમયની માંગ છે અને જરૂરિયાત પણ છે. રાજકોટ શહેરમાં બહારથી પણ લોકો આવી રહ્યા છે.

ધંધા-રોજગાર સ્થાપી રહ્યા છે. એટલે શહેરમાં આવી નાની-નાની બાબતોમાં ઘર્ષણથી શહેરની પ્રતિષ્ઠાને હાની થાય અને વાતાવરણ અકારણ દુષિત ન થાય એ જોવું જોઈએ.

રાજકોટ શહેર પોલીસ દમદાર છે તેમાં કોઈ શંકા નથી. હંમેશા કાબેલ અને સક્ષમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સેવા શહેરને મળતી રહી છે. અન્ય શહેરોનાં પ્રમાણમાં ગુન્હાખોરીની ટકાવારી પણ નોંધપાત્ર રીતે ઓછી રહી છે.

ગુન્હાની તપાસ અને ડીટેકશનમાં પણ શહેર પોલીસદળનાં વિવિધ વિભાગો એકંદરે સરાહનીય કામગીરી કરવાની ખ્યાતિ ધરાવે છે. પરંતુ ટ્રાફિક બ્રિગેડને લઈને સમસ્ત પોલીસતંત્ર તરફ શહેરીજનો અલગ રીતે જોવા લાગ્યા છે.

એટલે જ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા મહત્વની બની રહે છે. તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડ અને શહેરીજનો વચ્ચે ઘર્ષણ તથા ખટરાગની જે ઘટનાઓ બની છે તેના પુનરાવર્તનને રોકવા માટે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ દરમ્યાનગીરી કરે તે આવશ્યક બન્યું છે.

ટ્રાફિક બ્રિગેડ કર્મીઓ કાનૂની અભ્યાસ અને સમજણથી વંચિત હોય તેવું દેખાય છે.યોગ્ય તાલીમનો સ્પષ્ટ અભાવ દેખાતો હોવાથી રાજકોટમાં અવારનવાર ટીઆરબી નાં કર્મીઓ એમની બ્રીફથી આગળ નીકળીને રોફ જમાવવાની અને દમદાટીની ભાષામાં વાત કરવાની ભૂમિકામાં આવી ગયા છે.

આવું વલણ જ સંઘર્ષની ઘટનાઓનું કારણ બની ગયું છે. તાજેતરમાં એક આર્મી જવાન સાથે લાફાવાળી થઇ બીજી એક ઘટનામાં એક મહિલા વાહન ચાલક સાથે ગેરવર્તન થયું અને મહિલા પોતાના વાહન પર બેઠા હોવા છતાં વાહનને ટો કરવામાં આવ્યું.

આવું બધું શું કામ બને છે તેનું શું કારણ છે તે જાણીને અને અભ્યાસ કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નિવારણનાં પગલા લેવાનું સમય પાકી ગયો છે એવું તટસ્થ નિરીક્ષકો પણ માની રહ્યા છે.

ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે કેવા પગલા લઇ શકાય એ વિચારવાની જવાબદારી ટ્રાફિક નિયમન કરતા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસદળનાં ઉચ્ચ અધિકારીઓની પણ બને છે.

ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને જનતા સાથે અને ખાસ કરીને બહેનો સાથે કઈ રીતે વર્તન કરવું એ સમજાવવું જોઈએ. ફરજ પરના એક ટ્રાફિક પોલીસ કર્મીની ફરજની મર્યાદા કેટલી છે

અને તેની મૂળ ભૂમિકા શું છે એ વિશે ટીઆરબી કર્મીને પુરેપુરી સમજણ અને માર્ગદર્શન આપવા જોઈએ અને ટ્રાફિક કર્મીને એમની કાનુની મર્યાદાથી વાકેફ કરવા જોઈએ. જાહેર જનતામાં પણ ટ્રાફિક અવેરનેસ એટલે

કે જાગૃતિ આવે અને લોકો તથા ખાસ કરીને વાહન ચાલકો જરૂરી દસ્તાવેજની નકલ લઈને બહાર નીકળે એ માટે શહેરીજનોને સમજણ આપવા માટે અવારનવાર પોલીસ અધિકારીઓ અને અગ્રણી નાગરિકો વચ્ચે એક સંવાદ સ્થાપિત કરવો જોઈએ

અને અવારનવાર ટ્રાફિક જાગૃતિનાં કાર્યક્રમો પણ થવા જોઈએ. જેથી આમ આદમીને પણ ટ્રાફિક અને માર્ગનાં નીતિ નિયમોનો વખતોવખત ખ્યાલ આપી શકાય. સામા પક્ષે જાહેર માર્ગો અને ચોક પર ઉભા રહીને ટ્રાફિક નિયમન કરાવતા કર્મીઓને પણ તેમના ફરજ પાલનનાં નીતિ નિયમો,

મર્યાદાઓ તેમજ લોકો સાથે વાણી વર્તન અને વ્યવહારનાં માર્ગદર્શન અંગે આંતરિક ખાતાકીય કાર્યક્રમોનું નિયમન આયોજન કરતા રહેવું જોઈએ. આવા બધા પગલાથી પોલીસ અને જનતા વચ્ચેનાં ઘર્ષણનાં અશોભનીય દ્રશ્યો નિહારી શકાશે અને પોલીસ પણ તેની પ્રતિષ્ઠાને હાની થતી અટકાવી શકશે.

Read About Weather here

અને જનતાનો પણ પુરતો સહયોગ મળતો થઇ જશે. ભવિષ્યમાં આ પ્રકારનાં દ્રશ્યો રાજકોટ જેવા સ્માર્ટ શહેરની બદનામીનું કારણ ન બને એ જોવાની લાગતા વળગતા સહુ વિભાગોની જવાબદારી બને છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here