કલાર્કથી લઇને કલેકટર સુધી પહોંચવા માટે જ્ઞાતિવાદી લોકોના ભાષણોથી ગભરાવાની જરૂરત નથી…

કલાર્કથી લઇને કલેકટર સુધી પહોંચવા માટે જ્ઞાતિવાદી લોકોના ભાષણોથી ગભરાવાની જરૂરત નથી…
કલાર્કથી લઇને કલેકટર સુધી પહોંચવા માટે જ્ઞાતિવાદી લોકોના ભાષણોથી ગભરાવાની જરૂરત નથી…

સમસ્ત પ્રજાપતિ સમાજનાં પોલીસ રક્ષકદળની ભરતીનાં ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગત તા. 23 ના રોજ મંગળવારે સાંજે 4 થી 6 સુધી સમસ્ત પ્રજાપતિ સમાજના પોલિસ લોકરક્ષક દળની ભરતીના ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનાર યોજાય ગયો. આ કાર્યક્રમ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટના પ્રમુખ વલ્લભભાઈ ભરડવા,

Visit Saurashtra Kranti Homepage here

મંત્રી મનશુખભાઈ ફટાણીયા, સંગઠન મંત્રી નાનુભાઈ દેવળીયા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ એક દીવસીય માર્ગદર્શન સેમિનારમાં 100 થી વધારે ઉમેદવારોએ હાજર રહી સેમિનારનો લાભ લીધો. આ સેમિનારના મુખ્ય વક્તા એવા તજજ્ઞ ડો. ભાવેશ કોરિયા દ્વારા વિદ્યાર્થીઓને આ ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપી

સાથો સાથ ભરતીના વિષયો અંગે અવગત કર્યા અને પરીક્ષા પાસ કરવા માટેની ટિપ્સ આપી અને રણનીતિ સમજાવી. રાજકુમાર કોલેજના સ્પોર્ટ ટીચર ચિંતન મેહતા દ્વારા ફિઝિકલ પરીક્ષા કેવી રીતે પાસ કરવી અને ગ્રાઉન્ડ પર કેવી

રીતે 25 મિનિટના સમયમાં રનિંગ પુરી કરવી એ બાબતે ઊંડાણ પૂર્વક સમજાવવામાં આવ્યું. ત્યારબાદ સ્પોકન ઈંગ્લીશના શિક્ષક રાજુભાઈ ડાભી દ્વારા અંગ્રેજી વ્યાકરણનો પરીક્ષામાં શું મહત્વ છે એ બાબતે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના યુવા નેતા રાજેશભાઈ સવનીયા દ્વારા આગામી આયોજન વિશે, વિદ્યાર્થીઓને અવગત કરતા જણાવ્યું કે ક્લાર્ક થી લઈને ક્લેકટર સુધી પહોંચવા માટે જ્ઞાતિવાદી લોકોના ભાષણોથી ગભરાવવાની જરૂરત નથી કારણકે સરકારી ભરતીઓ કોઇ એક

જ્ઞાતિની સંખ્યા, જ્ઞાતિની આર્થિક સદ્ધરતા કે રાજકીય ક્ષમતા ઉપર આધારી હોતી નથી. આ ભરતીઓ કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓની યોગ્યતા, ખંત પૂર્વક કરેલ મહેનત અને પ્રારબ્ધ ઉપર આધારિત હોય છે.

વધુમાં જણાવ્યું હતું કે તમે ખાખી પહેરવાના સપનાઓ જુઓ અને તમારા સપનાઓ પુરા કરવા માટે અમારી ટીમ તથા જ્ઞાતિના આગેવાનો વગેરે તન, મન અને ધનથી તમારી સાથે છે. તમારા પનાઓ પુરા કરવા એ અમારું સપનું છે.

આ પ્રસંગે સોરઠીયા પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી તથા વોર્ડનં. 11 ના ભાજપનાં કોર્પોરેટર લીલુબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તથા પ્રદેશ ભાજપ યુવા મોરચાના આમંત્રિત સભ્ય પાર્થ નેના પણ હાજર રહ્યા હતા.

ઉપસ્થિત રહેલા દરેક મહાનુભાઓનું સન્માન ભારતનું બાંધારણ મોમેન્ટો રૂપે આપીને કરાયું હતું.કાર્યક્રમના અંતમાં હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઇ કુકડીયા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓ દરેકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું

કે, પોલીસ દળમાં ભરતી થવા બાબતે આ સુવર્ણ તક હોય જેથી પુરી મહેનત કરી લેવી અને ભરતી સંબંધે કોઈપણ પ્રશ્ર્નો માટે ટીમનો સંપર્ક કરવો.

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ સવનીયા, રમેશભાઈ ગોહેલ, પ્રફુલભાઈ કુકડીયા, દિનેશભાઇ કુકડીયા, વિમલભાઈ પાણખાણીયા, રમેશભાઈ છાંયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here