વિદેશથી નાગરિકોનો ગુજરાતમાં જબરો ધસારો: એરપોર્ટ પર એલર્ટ

વિદેશથી નાગરિકોનો ગુજરાતમાં જબરો ધસારો: એરપોર્ટ પર એલર્ટ
વિદેશથી નાગરિકોનો ગુજરાતમાં જબરો ધસારો: એરપોર્ટ પર એલર્ટ

આજે એક દિવસમાં 14 ફ્લાઈટ અને 2 હજાર મુસાફરો ઉતરાણ કરશે; તમામ ઉતારુંઓનું ટેસ્ટીંગ કરવાનો આદેશ, અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા
રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100 ની વસ્તીએ રાજ્યમાં 169.2 ડોઝ અપાયા, રાજ્ય સરકારની અનોખી સફળતા

ઓમિક્રોનનાં વાયરસે દક્ષિણ આફ્રિકા સહિત 13 થી વધુ દેશોમાં હાહાકાર મચાવ્યો હોવાથી વિદેશ વસતા ભારતીય અને ગુજરાતી નાગરિકો વતન પરત આવવા માટે જબરો ધસારો કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી રાજ્યમાં અમદાવાદ અને વડોદરા જેવા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ અને અન્ય શહેરોનાં એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી કરીને વિદેશથી આવતો કોઈ મુસાફર સ્ક્રીનીંગ વિના છટકી ન શકે.

જાણવા મળ્યા મુજબ આજે અમદાવાદ એરપોર્ટ પર જ વિદેશથી 2 હજાર મુસાફરો આવી રહ્યા છે. 14 જેટલી ફ્લાઈટનું લેન્ડીંગ થવાનું છે. એ કારણે આવનારા એકેએક ઉતારુંનું સઘન ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ કરવા માટે એરપોર્ટ પર તંત્રને સાબદું રહેવાનો આદેશ અપાયો છે.

2000 મુસાફરો એક દિવસમાં એરપોર્ટ પર ઉતરાણ કરનાર છે. આથી કોઈ ચૂક રહી ન જાય એ માટે એરપોર્ટ પર ટેસ્ટીંગની પૂરી સુવિધા ઉભી કરવામાં આવી છે. આવનાર ઉતારુંઓ માટે પણ તમામ સગવડો કરવામાં આવી છે.

વડોદરા એરપોર્ટ પર અત્યાર સુધીમાં 246 નાગરિકો વિદેશથી આવ્યા છે. તમામનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. વડોદરા એરપોર્ટ ઉપર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઓમિક્રોન વાયરસનું સંક્રમણ રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. એ ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર આજે દિવસ દરમ્યાન વિદેશથી આવનાર 14 ફ્લાઈટ પર તંત્રની નજર છે.

એરપોર્ટ ઓથોરીટીએ વ્યવસ્થા કરી છે. તેથી કરીને આવનારા તમામ મુસાફરોનું ટેસ્ટીંગ કરી શકાશે.દરમ્યાન ગુજરાતે રસીકરણનાં મામલે એક આગવી સિધ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100 ની વસ્તીએ ગુજરાતમાં 169.2 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

વિશ્ર્વનાં વિકસિત રાષ્ટ્રો કરતા પણ વધુ ડોઝ આપીને રાજ્યનાં આરોગ્યતંત્ર દ્વારા ઉદાહરણ રૂપ કામગીરી કરવામાં આવી છે અને વિશ્ર્વનાં દેશો કરતા પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે.

આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો ફ્રાન્સમાં દર 100 વ્યક્તિએ 166 ડોઝ, અમેરિકામાં 138.4 ડોઝ, જર્મનીમાં 153.6, ઇટલીમાં 159, કેનેડામાં 164.7 ડોઝ વેક્સિનનાં આપવામાં આવ્યા છે. નેધરલેન્ડ પણ ગુજરાતથી પાછળ રહ્યું છે.

એટલું જ નહીં ગુજરાત કરતા અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે. તેમાં ફીનલેન્ડમાં 167.5, સ્વીડન 165.8, મેક્સિકો 157.9, સ્વિત્ઝરલેન્ડ 148.8, રશિયા 107.3 ડોઝ આપીને ગુજરાતથી ખૂબ જ પાછળ રહ્યા છે.

Read About Weather here

આ રીતે હર ઘર દસ્તક અભિયાનને સઘન બનાવીને ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન કર્મીઓએ રાજ્યને વિશિષ્ટ સિધ્ધિ અપાવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here