મ્યુ.કમિશનર અને મેયરને દ્વિચક્રીય વાહન લઇ રોડ પર નીકળવા પડકાર કરતા ભાનુબેન સોરાણી

મ્યુ.કમિશનર અને મેયરને દ્વિચક્રીય વાહન લઇ રોડ પર નીકળવા પડકાર કરતા ભાનુબેન સોરાણી
મ્યુ.કમિશનર અને મેયરને દ્વિચક્રીય વાહન લઇ રોડ પર નીકળવા પડકાર કરતા ભાનુબેન સોરાણી
રાજકોટ મનપાનાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટનાં કેસરેહિંદ પુલથી સિવિલ હોસ્પિટલ ચોક અને ત્યાંથી જંકશન અને મોચીબજાર કોર્ટ ચોક સુધીનાં રસ્તાઓની અવદશા અંગે મ્યુ.કમિશનર અને મેયરનું ધ્યાન દોર્યું છે

Visit Saurashtra Kranti Homepage here

અને આ રસ્તાઓ પર તાત્કાલિક ધોરણે ડામરથી રી-કાર્પેટ કરવાની માંગણી કરી છે. સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનાં સર્વિસ રોડ અને એપ્રોચ રોડ પર ડામર પાથરવા તેમણે માંગણી કરી છે.

આ રસ્તાઓ પરથી દ્વિચક્રી વાહન લઈને પસાર થવા વિપક્ષી નેતાએ મેયર અને મ્યુ.કમિશનરને પડકાર ફેંક્યો હતો.વિપક્ષી નેતાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, શહેરનાં હાર્દસમા કેનાલ રોડ પર ભુતખાના ચોકથી જિલ્લા ગાર્ડન ચોક સુધી ડામર રી-કાર્પેટ કરવાનું પણ અત્યંત જરૂરી બન્યું છે.

અત્યારે હોસ્પિટલ ચોક પર બ્રિજ બની રહ્યો છે. પણ વ્યવસ્થિત આયોજનનાં અભાવને કારણે બાજુનાં નાના રસ્તા અને સાંકડી ગલ્લીઓમાંથી ટ્રાફિક ડાયવર્ડ કરવામાં આવ્યો છે અને શહેરીજનો માટે અહીંથી પસાર થવું એટલે કમરનાં મણકા ભાંગી જવા જેવી હાલતનો અનુભવ થાય છે.

એટલે કેસરેહિંદ પુલ પરથી હોસ્પિટલ ચોક, મુસ્લી લાઈનથી પુલ સુધી અને હોસ્પિટલ ચોક સુધી અને ત્યાંથી મોચીબજાર કોર્ટ સુધી, તિલક પ્લોટથી મોચીબજાર ચોક સુધીનાં તમામ રસ્તા પર

Read About Weather here

તાકીદે ખાડા-ખુબડા બુરી ડામર રી-કાર્પેટ કરવા ભાનુબેન સોરાણીએ જોરદાર રજૂઆત કરી છે અને આ રસ્તાઓની અવદશા જોવા ટુ-વ્હીલર લઈને અહીંથી નીકળવા તેમણે પડકાર ફેંક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here