દેશમાં 85 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે: મનસુખ માંડવિયા

દેશમાં 85 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે: મનસુખ માંડવિયા
દેશમાં 85 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે: મનસુખ માંડવિયા

બે નવી રસી પણ પરીક્ષણ હેઠળ હોવાની કેન્દ્રનાં આરોગ્યમંત્રીની સંસદમાં જાહેરાત

કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે, દેશમાં 85 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. કુલ 127.93 કરોડ વેક્સિન ડોઝ આપવાની સિધ્ધિ ભારતે પ્રાપ્ત કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

આરોગ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે બે નવી કોરોના રસીનું સંશોધન થઇ ચૂક્યું છે અને પરીક્ષણ ચાલી રહ્યું છે.આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સબકા પ્રયાસ મંત્ર મુજબ રસીકરણમાં આપણે એક પછી એક શિખર સર કરી રહ્યા છીએ.

દેશની 50 ટકા પાત્ર વસ્તીને તો વેક્સિનનાં બંને ડોઝ આપી દેવાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 24, 55, 911 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ રીતરસીકરણનાં અભિયાનમાં આરોગ્યતંત્ર દ્વારા આગવી સફળતા હાંસલ કરવામાં આવી છે.

આરોગ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસીસ નાં કુલ 51775 જેટલા કેસો નોંધાયા છે. બુસ્ટર ડોઝ અંગે તેમણે જણાવ્યું હતું કે, એ અંગે નિષ્ણાંતોનાં અભિપ્રાય બાદ નિર્ણય લેવામાં આવશે.

Read About Weather here

એવા કોઈ નિર્ણય રાજકીય નહીં હોય. બાળકોનાં રસીકરણ અને વેક્સિનનાં બુસ્ટર ડોઝ જેવા બે ચાવી રૂપ મુદ્દાઓ પર વૈજ્ઞાનિક ઢબે નિર્ણય લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here