રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં પાસપોર્ટ ધારકોને રૂશ્ર્વતખોર કર્મીઓથી હાડમાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ પોલીસ અવારનવાર જાતજાતનાં વિવાદોમાં ઘસડાતી રહી છે. ભ્રષ્ટાચાર, ખંડણીખોરી વગેરેનાં આક્ષેપો અવારનવાર થતા રહે છે. એવા માહોલમાં રાજકોટમાં નવા પોલીસ કમિશનરનાં આગમન સાથે જ સીપી કચેરીમાં ચોક્કસ પોલીસ કર્મી દ્વારા પાસપોર્ટ વેરીફીકેશનનાં મામલે વ્યાપક અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની હકીકતોનો પર્દાફાશ થતા અને એ પોલીસ કર્મી સામે વચેટિયાને રાખી તોડ કરાતો હોવાનો આક્ષેપ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ ભ્રષ્ટાચારનો જ કિસ્સો બહાર આવતા નવા પોલીસ કમિશનરને આવતાવેત ગંભીર મુદ્દાનો સામનો કરવો પડ્યો છે. ખૂબ જ કડક, કાબેલ અને નિર્વિવાદ ગણાતા કમિશનર આવી કોઈ ગેરપ્રવૃત્તિ સહન નહીં કરે અને ચલાવી નહીં લ્યે એ હકીકત છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા સીપી પાસપોર્ટ વેરીફીકેશન ભ્રષ્ટાચારનાં બહાર આવેલા કિસ્સાની તાત્કાલિક ઊંડી તપાસ કરે એવી લોકલાગણી પાસપોર્ટ ધારકો અને શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં એક પોલીસ કર્મીએ એક અરજદારનો અને ટુર બુક કરાવનારનો પાસપોર્ટ ક્લીયર કરાવવા ટ્રાવેલ એજન્ટને વચેટિયા મારફતે સીપી કચેરી પાસે જ આવેલી એક ટોકીઝની સામેની પાનની દુકાને બોલાવી પાસપોર્ટ ક્લીયર કરવા માટે રૂ.10 હજાર કટકટાવ્યા હોવાનો ધડાકો થયો છે. એજન્ટ પાસે વચેટિયા મારફતે રૂ.20 હજાર માંગવામાં આવ્યા હતા. એ એજન્ટ એક ટુર સંચાલન પેઢી ચલાવે છે. એ સંચાલક દ્વારા અરજદારનો પાસપોર્ટ લાંબો સમય થયા વેરીફીકેશન માટે પડ્યો રહ્યો હતો. આથી આ સંચાલકે એક વચેટિયા મારફત ચોક્કસ પોલીસ કર્મીનો સંપર્ક કર્યો હતો. વચેટિયાએ રૂ.20 હજારમાં પાસપોર્ટ ક્લીયર કરાવી દેવાની ખાતરી આપી હતી અને એવી ડંફાશ પણ મારી હતી કે, પાસપોર્ટ કચેરીમાં મારૂ સેટિંગ છે આવા તો 200 કેસમાં મે સેટિંગ કર્યા છે. વચેટિયાનાં કહેવાથી ટ્રાવેલ્સ પેઢીનાં સંચાલકે સીપી કચેરીનાં ચોક્કસ પોલીસ કર્મી સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી.

એ પોલીસ કર્મીએ ટ્રાવેલ એજન્ટને કહ્યું હતું કે, ગીરનાર ટોકીઝ સામે પાનની દુકાન છે ત્યાં આવી જાવ ત્યાં એ કર્મીએ ટ્રાવેલ એજન્ટ પાસેથી રૂ.10 હજાર ગણીને સ્વીકાર્ય હતા અને કહ્યું હતું કે, હવે તમે છુટા તમારો પાસપોર્ટ આવી જશે એ મારી જવાબદારી છે. કહેવાય છે કે, રૂ.10 હજાર ચૂકવાય ગયા પછી પણ પાસપોર્ટ ન આવતા ફરીથી પાસપોર્ટ ધારકે વચેટિયાને કહ્યું હતું કે, મેં એ પોલીસ કર્મીને પૈસા આપી દીધા છે પણ હજુ પાસપોર્ટ મળ્યો નથી. ત્યારે વચેટિયાએ ફરી કોણીએ ગોળ ચોટાડતા પાસપોર્ટ ધારકને ખાતરી આપી હતી કે, અમદાવાદ કચેરીમાં ફાઈલનાં ઢગલા થયા છે તમે ટ્વીટ કરો. આ વાત થયાનાં બે દિવસ બાદ ફરી પાસપોર્ટ ધારકે વચેટિયાને કહ્યું હતું કે, મેં 20 થી વધુ ટ્વીટ કર્યા છે પણ કોઈ અધિકારીએ જવાબ આપ્યો નથી. છેલ્લી પરિસ્થિતિ એ છે કે વચેટિયો ગોળ- ગોળ ફેરવ્યા કરે છે. પોલીસ કર્મીએ નાણાં ખિસ્સામાં સેરવી લીધા છે છતાં પાસપોર્ટ હજુ કચેરીમાં જ પડ્યો છે અને વેરીફીકેશન બાકી છે અને વચેટીયો એવું જ કહ્યા કરે છે કે, ચિંતા કરોમાં હું કંઇક કરું છું.

Read About Weather here

આ બધી ભાંજગડમાં ફસાયેલા ટ્રાવેલ એજન્ટને અને ટુરીઝમ સંચાલકને બાવાનાં બેય બગડ્યા જેવું થયું છે. કેમકે લાંચ આપ્યા છતાં પાસપોર્ટ ક્લીયર થયો નથી અને ટુર પેકેજ કેન્સલ થતા ટુરીઝમ સંચાલકને આર્થિક નુકશાન થયું એટલું જ નહીં અરજદારે પેકેજ કેન્સલ કર્યું હોવાથી પેકેજ ટુર આપતા સંચાલકોમાં શાખ પણ બગડી છે.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હજુ આવ્યા છે અને રાજકોટની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. એવા સમયે એમના માટે આ નવો કિસ્સો ચોક્કસ અને આકરા પગલા લેવા પ્રેરશે તેવી શક્યતા છે. કેમકે નવા સીપીએ ચાર્જ સંભાળતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે, હું પોલીસ તંત્રની છબી સ્વચ્છ રાખવા માંગુ છું. કાયદો અને વ્યવસ્થાને લાગે વળગે છે ત્યાં સુધી લોકોને કોઈ સમસ્યા ન નડે અને એમના પ્રશ્ર્નો સમયસર હલ થઇ જાય એ રીતે પોલીસ કામ કરશે. એ માટે હું કટીબધ્ધ છું. આ કિસ્સામાં કમિશનર દ્વારા ટૂંક સમયમાં આકરા પગલા લેવામાં આવે એવા ભણકારા વાગી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here