કર્મચારીઓના પ્રશ્ર્ને ચર્ચા કરવા મુખ્યમંત્રીને સ્મૃતિપત્ર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત સરકારના સરકાર માનય કર્મચારી મંડળો, મહામંડળો અને મહાસંઘોના બનેલા ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચાએ હવે ત્રીજી વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સ્મૃતિપત્ર લખીને કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો ઉકેલવાની અગાઉ આપેલી બાહેંધરી યાદ કરાવી છે. હવે 20 દિવસમાં સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્ર્ને રૂબરૂ ચર્ચા માટે બોલાવીને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી કિરીટસિંહ ચાવડાએ મુખ્યમંત્રીને લખેલા સ્મૃતિપત્ર-3 માં જણાવ્યું છે કે, રાજ્યમાં જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિત અન્ય પડતર પ્રશ્ર્નો સંદર્ભે અગાઉ તા.25-3 તથા તા.27-4 ના રોજ પત્ર પાઠવી કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોના હકારાત્મક ઉકેલ માટે ગુ.રા. સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોને રૂબરૂ સાંભળવા માટે તારીખ અને સમય ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એ પત્રનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં નાછૂટકે ગાંધીનગર ખાતે તા.9-5-2022 ના રોજ ધરણાં કાર્યક્રમ કરવાની ફરજ પડી હતી. આ ધરણાં કાર્યક્રમમાં રાજ્યના એક લાખ ઉપરાંત કર્મચારીઓએ ઉપસ્થિત રહી માંગણીઓ બાબતે તા.9-5 ના રોજ ગુ.રા. સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.

Read About Weather here

મુખ્ય માંગણીઓમાં (1) જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવી, (2) ફિક્સ પગારનો કેસ સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા/કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી, (3) ગુજરાત સરકારે સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાંઓ તુરંત આપવા, (4) પ્રાથમિક શિક્ષકની જેમ બીજા કર્મચારીઓને પણ સળંગ નોકરીનો લાભ આપવો, (5) શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઉચ્ચત્તર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવા સહિતની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યું આજે 15 દિવસ કરતાં પણ વધુ સમય થયેલ હોવા છતાં કોઈ પ્રતિભાવ મળેલ નથી.રાજયના લાખો કર્મચારીઓના હિતમાં કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો સુખદ ઉકેલ માટે ગુ.રા. સંયુકત કર્મચારી મોરચાના હોદ્ેદારોને રૂબરૂ ચર્ચા સારૂ સમય-તારીખ ફાળવવા માંગણી છે. જો દિન-20 માં ગુ.રા. સંયુકત કર્મચારી મોરચાના હોદ્ેદારોને રૂબરૂ મુલાકાત માટે સમય-તારીખ ફાળવવામાં નહીં આવે તો નાછૂટકે અન્ય કાર્યક્રમો આપવાની ફરજ પડશે. તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here