રાજકોટમાં દિન દહાડે મહિલાની હત્યા : અરેરાટી

રાજકોટમાં દિન દહાડે મહિલાની હત્યા : અરેરાટી
રાજકોટમાં દિન દહાડે મહિલાની હત્યા : અરેરાટી

શહેરભરમાં સનસનાટી મચાવતી ઘટના: ઘટના સ્થળે પોલીસના ધાડેધાડા ઉતરી પડયા: ફાયરીંગ કરી હત્યા કરનાર ગોરખપુરના શખ્સને પોલીસે માધાપર ચોકડી પાસેથી દબોચી લીધો

સંવેદનશીલ રંગીલા રાજકોટમાં દિન દહાડે મહિલાની ગોળી મારી હત્યાનો બનાવ બનતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી છે. શહેરનાં વિમલનગરમાં રવિ પાર્કમાં ઘરમાં ઘુસી એક શખ્સે ફાયરીંગ કરી મહિલાની હત્યા કર્યાનો બનાવ બનતા શહેર પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવની ગણતરીની મિનીટમાં જ ક્રાઈમ બ્રાંચની ટીમે માધાપર ચોકડી પાસેથી હત્યારા ગોરખપુરનાં શખ્સને દબોચી લઇ તેના કબ્જામાંથી રિવોલ્વર તથા ઝેરી દવાની એક બોટલ કબ્જે કરી છે.

શહેરનાં કાલાવડ રોડ પર આવેલા પ્રેમમંદિર પાસે વિમલનગરમાં રવિ પાર્ક શેરી.10 માં રહેતી સરિતાબેન પંકજભાઈ ચાવડા નામની 26 વર્ષીય મહિલા આજે બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેના ઘરમાં ઘુસી જઈ કોઈ બાબતે ઝઘડો કરી નેફામાંથી રિવોલ્વર કાઢી દિન દહાડે મહિલા પર ફાયરીંગ કરી નાસી ગયો હતો. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલી સરિતાબેન ચાવડાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલરૂમમાં કરવામાં આવતા તાત્કાલિક ઘોરણે બનાવ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા ડી.સી.પી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાંચનાં એસ.પી ડી.વી.બસીયા, એ.સી.પી દિયોરા, ક્રાઈમ બ્રાંચનાં પી.આઈ વી.ક.ગઢવી, એસ.ઓ.જી નાં પી.આઈ આર.વાય. રાવલ, ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસ મંથકનાં પી.આઈ એ.એચ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

Subscribe Saurashtra Kranti here

સંવેદનશીલ રંગીલા રાજકોટમાં દિન દહાડે મહિલાની ફાયરીંગ કરી હત્યા કર્યાનાં બનાવથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળે પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. રાજકોટનાં વિમલનગર મેઈન રોડ પર આવેલા રવિ પાર્કમાં રહેતી સરિતા નામની મહિલાની હત્યા કરનારને ક્રાઈમ બ્રાંચની ટીમે માધાપર ચોકડી પાસેથી દબોચી લીધો છે.


રૂ.4 લાખની ઉઘરાણી કરવા આવેલા ગોરાખપુરનાં પૂર્વ પ્રેમીએ મહિલાની હત્યા કરી

શહેરનાં વિમલનગર મેઈન રોડ પર પ્રેમમંદિર પાછળ આવેલા રવિ પાર્ક શેરી.10 માં આજે બપોરનાં દોઢ વાગ્યે પતિ પંકજ ચાવડા સાથે જમવા બેઠેલી સરિતાબેન (ઉ.વ.25) નામની મહિલાને તેનો પૂર્વ પ્રેમી ગોરખપુરનો આકાશ રામાનુજ મોર્ય નામના શખ્સે દેશી કટ્ટામાંથી ફાયરીંગ કરી હત્યા કરી હોવાના બનાવ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે આકાશને માધાપર ચોકડી પાસેથી દબોચી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, અગાઉ સરીતા ગોરખપુરમાં રહેતી હતી અને તે સાડીની દુકાનમાં કામ કરતી હોય દુકાનન માલિકનાં દીકરા આકાશ સ્તાહે પ્રેમ થતા બંને વચ્ચે રૂપિયાની લેતી-દેતી થઇ હતી. આકાશએ રૂ. 4 લાખ સરીતાને આપ્યા હોય અગાઉ ત્રણ મહિના પહેલા આકાશ રૂપિયાની ઉઘરાણી કરવા આવ્યો હતો. આજે ફરી પરત સરીતા પાસે રૂ. 4 લાખની ઉઘરાણી કરવા આવતા બોલાચાલી થયા બાદ આકાશે ફાયરીંગ કરી સરીતાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.


મૃતક મહિલાને ચાર વર્ષ પહેલા ગોરખપુરમાં હત્યારા સાથે પ્રેમ થયો હતો

રવિ પાર્કમાં પતિ સાથે જમવા બેઠેલી સરીતા ચાવડા નામની મહિલાની હત્યા કરનાર શખ્સ ગોરખપુરનો આકાશ મૌર્ય હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે મ્ધાપર ચોકડી પાસેથી હત્યારા આકાશને દબોચી લીધો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા સરીતા ચાર વર્ષ પહેલા ગોરખપુરમાં હત્યારા આકાશનાં પિતાનાં સાડીનાં શો-રૂમમાં નોકરી કરતી હોય તે દરમ્યાન સરીતા અને આકાશ વચ્ચે પ્રેમસ સંબંધ બંધાયો હતો ચાર વર્ષ પૂર્વ લગ્ન કર્યા હતા. બાદમાં સરીતા રાજકોટ આવ્યા બાદ પંકજ સાથે લગ્ન કર્યા હતા. તે દરમ્યાન આકાશે સરીતાને રૂપિયા આપ્યા હોય રકમ સરીતા પરત નહીં આપતા રોષ ભરાઈને તેની ફાયરીંગ કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

Read About Weather here


મૃતક મહિલા ગર્ભવતી હતી

આજે બપોરે દિન દહાડે કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર પાછળ વિમલનગર મેઈન રોડ પર રવિ પાર્કમાં રહેતી સરીતા પંકજભાઈ ચાવડા નામની મહિલાની ગોરખપુરનાં તેના પૂર્વ પ્રેમી આકાશ મોર્ય નામના શખ્સે દેશી તમંચામાંથી ફાયરીંગ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ બાદ તેના પતિએ પોલીસને વિગત આપતા જણાવ્યું હતું કે, તેણી પત્ની સરીતા ગર્ભવતી હતી તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું પોલીસને જણાવ્યું હતું.


હત્યારા આકાશ પાસેથી પોલીસે ઝેરી દવાની બોટલ કબ્જે કરી

રવિ પાર્કમાં સરીતા પંકજ ચાવડા નામની મહિલાની હત્યા કરનાર ગોરખપુરનો આકાશ રામાનુજ મૌર્ય નામનો શખ્સ તેણી પૂર્વ પ્રેમિકાની હત્યા કરી નાસી ગયો હતો તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ કામગીરી શરૂ કરી હત્યારાને ઝડપી લેવા ચક્રોગતિમન કર્યા હતા તે દરમ્યાન પી.એસ.આઈ જેબલીયા સહિતનાં સ્ટાફે માધાપર ચોકડી પાસેથી હત્યારા આકાશને દબોચી લીધો હતો. તેણી તલાસી લેતા તેણી પાસેથી ઝેરી દવાની એક બોટલ મળી હતી મહિલાની હત્યા કર્યા બાદ આકાશ આપઘાત કરવાની ફીરાકમાં હોય જેથી તેને દવાની બોટલ સાથે રાખી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here