કોંગ્રેસ સંસદ ચાલવા દેતી નથી: વડાપ્રધાનનો રોષ

કોંગ્રેસ સંસદ ચાલવા દેતી નથી: વડાપ્રધાનનો રોષ
કોંગ્રેસ સંસદ ચાલવા દેતી નથી: વડાપ્રધાનનો રોષ

લોકો સુધી તેની અસલીયત પહોંચાડવા ભાજપ સાંસદોને સૂચના : આજે પણ લોકસભા અને રાજયસભા બન્નેની કાર્યવાહી ઠપ્પ : વિપક્ષોએ શોરબકોર ચાલુ રાખી નારે બાજી કરતા કોઇ કાર્યવાહી ન થઇ

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી આજદિન સુધી કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના સતત શોરબકોરના કારણે કોઇ જ કાર્યવાહી થઇ શકી નથી. માત્ર બે ખરડા પસાર થવા સિવાય કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. આજે પણ એ જ પરિસ્થિતિ રહી હતી. ફોન ટેપીંગ, પેગાસસ જાસૂસીકાંડ, નવા કૃષિ કાયદા જેવા મુદ્ા ઓ પર વિપક્ષોએ જોરદાર હંગામો મચાવી નારેબાજી ચાલુ રાખી હતી.

Subscribe Saurashtra Kranti here

પરીણામે લોકસભા અને રાજયસભા બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ્પ થઇ ગઇ હતી. લોકસભા બપોરે 12:30 સુધી અને રાજયસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મોકુફ રાખવાની ફરજ પડી હતી. દરમ્યાન આજે યોજાયેલી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો રોષ વ્યકત કર્યો હતો કે, કોંગ્રેસ સંસદ ચાલવા દેતી નથી. કોંગ્રેસની અસલીયત લોકો સુધી પહોંચાડવા વડાપ્રધાને ભાજપના સાંસદોને તાકિદ કરી હતી. સાથે સાથે તેમણે વિપક્ષી સાંસદો સાથે સારા સંબંધો રાખવા, મંત્રીઓ અને ભાજપ સાંસદોને સલાહ પણ આપી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિપક્ષી સભ્યો ગૃહને કઇ રીતે ચલાવવું એ વિશે યોજાતી બેઠકોમાં આવી રહયા નથી અને ગૃહને ચાલવા દેતા પણ નથી. આથી લોકો સમક્ષ વિરોધ પક્ષોને ઉઘાડા પાડવા જોઇએ.

Read About Weather here

દરમ્યાન બન્ને ગૃહોમાં વિપક્ષી સભ્યોએ ધાંધલ ધમાલ ચાલુ રાખતા બન્ને ગૃહોની બેઠક મુલત્વી રાખવી પડી હતી. વિપક્ષી સભ્યોએ ગૃહમાં વેલ સુધી ધસી જઇને જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. પાંચ જેટલા ખરડા આજે ગૃહમાં મુકાનાર છે અને ચર્ચા થશે. સોમવારે લોકસભામાં બે ખરડા પસાર થયા હતા. આજે પાંચ જેટલા વટ હુકમ બન્ને ગૃહમાં મુકાનાર છે. રાજયસભામાં સવારે કોંગ્રેસના સભ્ય શકિતસિંહ ગોહિલે પેગાસસ મુદા પર વડાપ્રધાન અથવા કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ચર્ચા યોજવા માટે સ્થમભન નોટીસ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here