મેયર અને સેનીટેશન ચેરમેનની મહેનત રંગ લાવી

મેયર અને સેનીટેશન ચેરમેનની મહેનત રંગ લાવી
મેયર અને સેનીટેશન ચેરમેનની મહેનત રંગ લાવી

શહેરમાંથી ૬ કચરાનાં ન્યુસન્સ પોઈન્ટ નાબુદ: લોકોનો આભાર

સ્વચ્છ રાજકોટ, સ્માર્ટ રાજકોટ બનાવવાનો મેયરનો નિર્ધાર: લોકોનો સહયોગ જરૂરી

1 વર્ષમાં કચરાનાં ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ બનશે: અશ્વિન પાંભર (સેનીટેશન ચેરમેન)

રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મેયર પ્રદિપ ડવ અને સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભર દ્વારા શહેરમાંથી તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા અને ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ બનાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત તમામ વોડનાં સેનેટરી ઇન્સ્પેકટર સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને જ્યાં શહેરમાં ન્યુસન્સ પોઈન્ટ છે.

તે તમામનું લીસ્ટ બનાવીને બોર્ડ મારવામાં આવ્યા અને જરૂર પડ્યે સિક્યુરિટી પણ મુકવામાં આવનાર હતા અને મેયર તેમજ ચેરમેન દ્વારા અલગ-અલગ વોર્ડમાં જઈને મીટીંગો કરી તેમજ પત્રિકાનું વિતરણ કરી જાગૃત કરવામાં આવ્યા હતા અને અલગ-અલગ સમિતિઓ બનાવી જાગૃતતા અભિયાન ચાલવામાં આવ્યું હતું. આ ઝુંબેશની સફળતાઓ શરૂ પણ થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં કુલ ન્યુસન્સ પોઈન્ટમાંથી 6 જેટલા ન્યુસન્સ પોઈન્ટ સાવ દૂર કરી દેવામાં આવ્યા અને લોકોએ પણ તંત્રને સહકાર આપવાથી કામ સરળ થયું. આ જ રીતે સેનીટેશન ચેરમેન પાંભરે જણાવ્યું હતું કે, 1 વર્ષની અંદર શહેરમાંથી તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર થાય અને કચરાપેટી મુક્ત રાજકોટ બનાવ્યું તેમ કચરાનાં ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને તે માટે પૂરતા પ્રયત્નો કરાશે.

શહેરમાં અલગ-અલગ ટીમો બનાવીને કામગીરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને શહેરીજનોને અપીલ કરતા પણ જણાવ્યું છે કે તંત્રનાં આ અભિયાનમાં લોકો સાથ-સહકાર આવે વધુમાં વધુ ટીપરવાનનો ઉપયોગ કરે બહાર કચરો ફેંકવાનું ટાળે અને તંત્રની આ ઝુંબેશને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપે.

હાલમાં શહેરનાં બાકી રહેતા ન્યુસન્સ પોઈન્ટ પર પણ કચરાની આવક ઓછી થઇ ગઈ છે અને આજુબાજુનાં રહેવાસીઓ દ્વારા આ કચરો નાખવામાં આવતો નથી. પણ બહારનાં લોકો કચરો ફેંકી જાય છે. એવી ફરિયાદો પણ ઉઠવા પામી છે.

Read About Weather here

આ ઝુંબેશ વેગવતો બને અને સફળ પરિણામો આવે તે હેતુથી મેયર, કમિશનર અને સેનીટેશન ચેરમેન સહિતનાં લોકો બાજ નજર રાખે છે અને ટૂંક સમયમાં સ્વચ્છ રાજકોટ સ્માર્ટ રાજકોટ બનાવી આપવા અને સ્વચ્છતા પણ આગળ નંબર આવે તેમજ ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ બનશે તેવો વિશ્વાસ સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભરે વ્યક્ત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here