મા. યાર્ડની ચૂંટણીમાં કોથળામાંથી ‘બિલાડું’ નિકળે તો??

રાજકોટ મા.યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે: રાદડીયા
રાજકોટ મા.યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે: રાદડીયા

બંને જૂથની લડાઈમાં ત્રીજો ફાવી જશે?

બંને જૂથો શાંત, તેલ અને તેલની ધાર જોઈ રણનીતિ ઘડી રહ્યાની ચર્ચા

બ્લુગલ ફૂંકાતા ગામમાં ચરી રહેલા આખલાઓનાં જૂથ સામસામે શિંગડા ભરાવી સર્વેસવા હોવાનું સાબિત કરવા મેદાનમાં ઉતરી પડ્યા છે. ખરાખરીનાં સમયે આખલાઓનાં મેઈન બોસ એક ચપટી વગાડતા લડી રહેલા અખલાઓ શાંતિથી બેસી જશે. જ્યાં સુધી મેઈન બોસ નવો નિર્ણય ન લે ત્યાં સુધી શાંત પડેલા આખલાઓ નવી રણનીતિ ઘડવાનું માંડી વાળશે.

Visit Saurashtra Kranti Homepage here

લડી રહેલા અખલાઓના મુખ્ય પ્રમુખો મેઈન બોસને મનાવવા કાલા-વ્હાલા કરવા કોઈ કસર છોડશે નહીં. મેઈન બોસ પણ સમય પ્રમાણે અખલાઓનાં પ્રમુખોને પંપાળી લોલીપોપ આપી ચગળવા આપી દેશે. એટલે કે, સમય પસાર થઇ જાય.

ચૂંટણીને લઇને તરહ તરહની ચર્ચાઓ થઇ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. બંને જૂથોનાં વડાઓ પ્રમુખ પદ હાંસલ કરવા મેદાનમાં ઉતરી પડ્યા છે.

મા.યાર્ડમાં સતા મેળવવા કયું જૂથ કેટલી તાકાત લગાડશે. તે સમયે જ ખબર પડશે. એક એવી પણ ચર્ચાઓ થઇ રહી છે. બે જૂથોની લડાઈમાં એકેય જૂથમાં ન રહેલાને પ્રમુખ પદે નિમણુંકની ઘોષણા થાય તો બંને જૂથોનાં વડાઓ તથા સભ્યોએ હસતા ચહેરે સ્વીકારવા સિવાય છૂટકો નહીં રહે.

પ્રમુખ પદ સિવાયનાં હોદ્દા પર બંને જૂથોનાં સભ્યોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવે તો સંતોષનો ઓડકાર ખાવો પડશે. મા.યાર્ડની ચૂંટણી જાહેર થતા પ્રમુખ પદ સહિતનાં હોદ્દેદારોને ખુરશી પર બેસાડવા રણનીતિ બનાવાથી રહી છે.

Read About Weather here

ચૂંટણીને હજી ખૂબ વાર છે. તેમ કહીં કાંઈ નહીં બોલવાનું વધુ પસંદ કર્યું છે. સર્વાનુમતે જે નિર્ણય લેવામાં આવે તે મંજુર હોવાનું જણાવી રહ્યા છે. બંને જૂથો તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે. સતા હાંસલ કરવાની લડાઈમાં ત્રીજો ફાવી જાય ને ઠંડુ પાણી રેડાઈ જાય તેવું ઈચ્છી નથી રહ્યા હોવાની જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here