શનિવારે ઘરેથી કારખાને બાઈક લઈ જતા વૃદ્ધને અજાણ્યા વાહને ઠોકરે ચડાવ્યા’તા
મવડીમાં ભવાનીનગર પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પટેલ વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ મવડીમાં રામધન પાસે સંસ્કાર સિટીમાં રહેતા કારખાના કામ કરતા લક્ષ્મણ કરમશીભાઈ ડોબરીયા ( ઉ.વ 73 )એ શનિવાર સવારે પોતાનું બાઈક લઈને સંસ્કાર ઇન્ડસ્ટ્રી એરિયામાં કારખાને જતા હતા.
ત્યારે 80 ફૂટ રોડ પર ભવાનીનગર નજીક એક અજાણ્યો બાઈક ચાલક ઠોકર મારો નાશી છુટતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Read About Weather here
જ્યાં ત્રણ દિવસની ટૂંકી સારવાર બાદ આજે પટેલ વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. અકસ્માત અંગે માલવીયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધયો છે. બે પુત્ર – એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here