પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભના દર્શન-પુજનનો કાર્યક્રમ

પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભના દર્શન-પુજનનો કાર્યક્રમ
પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભના દર્શન-પુજનનો કાર્યક્રમ

આત્મીય યુનિ. ખાતે આવતીકાલે સાંજે 5 થી 8 સુધી ભાવવંદના થશે

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિનો કુંભ આવતીકાલે રાજકોટ પહોંચશે. આ અસ્થિકુંભનાં દર્શન-પૂજન માટેનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી પરિસર, યોગીધામ, કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્યો છે.

બુધવારે સાંજે 5 થી 8 સુધી યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભક્તો તેમજ નગરજનો અસ્થિકુંભનાં દર્શન-પૂજન દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકશે. 

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમની સાથે કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. જેમાં સંતો-ભક્તો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીનાં યુગકાર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહીને પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્યની ઝાંખી કરાવશે.

આ કાર્યક્રમ અંગે વાત કરતાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, પરમ પૂજ્ય સ્વામીજીનાં યુગકાર્યની કૃપાવર્ષા જે પ્રદેશો પર થઈ છે ત્યાંના જે ભાવિકો, હરિભક્તો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકો જે હરિધામ પહોંચી શક્યા ન્હોતા તેમની લાગણીને ધ્યાનમાં રાખીને અસ્થિ વિસર્જન કરતાં પહેલાં વિવિધ શહેરો-ગામોમાં અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પરમ પૂજ્ય સ્વામીજીએ આ પરિસરને ગુરૂહરિ યોગીજી મહારાજને ભક્તિઅર્ઘ્ય સ્વરૂપે યોગીધામ નામકરણ કર્યું છે. આજે આ યોગીધામમાં આત્મીય યુનિવર્સિટી સહિત કે.જી. થી માંડીને અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમો ચલાવતી વિદ્યાસંસ્થાઓ સાકાર થઈ છે. 

રાજકોટ પછી સુરત, ભરુચ, અવિધા, વડોદરા, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર વગેરે શહેરોમાં પણ શિક્ષણ અને સંસ્કારનો સમન્વય સાધતી વિદ્યાસંસ્થાઓનું નિર્માણ પરમ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી થયું છે.

આત્મીય પરિસર સ્થિત વિદ્યાસંસ્થાઓના માધ્યમથી ત્રણ દાયકામાં લાખો વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા પ્રાપ્ત થઈ છે. પરમ પૂજ્ય સ્વામીજીની પ્રેરણા અનુસાર અહીં શિક્ષણની સાથે માનવીય જીવન મૂલ્યોને વણી લેવામાં આવે છે. જેને પરિણામે વિદ્યાર્થી પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સેવામાં યોગદાન આપવાની ક્ષમતા કેળવી શકે છે. 

Read About Weather here

રાજકોટ પર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું ઋણ છે. ત્યારે તેઓનાં શ્રીચરણોમાં કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ થઈ શકે તે માટે સહુની ઇચ્છાને માન આપીને અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે.

રાજકોટ ઉપરાંત મોરબી, ગોંડલ, જસદણ, ભાવનગર, જામનગર, જામકંડોરણા, જેતપુર, સુરેન્દ્રનગર વગેરે ગામો-શહેરોના ભાવિકો પણ અસ્થિકુંભ દર્શન-પૂજન માટે રાજકોટ પહોંચશે. સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા ભાવિકોને વિશેષ સૂચના આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here