મનપાની ટાઉન પ્લાનિંગ શાખાનો સપાટો
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે સેન્ટ્રલ ઝોનમાં લીમડા ચોક થી જયુબેલી સુધીના રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા, કચરાપેટી ન રાખતા, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ.
Visit Saurashtra Kranti Homepage here
વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.7 તથા 2માં સમાવિષ્ટ જનસતા ચોકથી લીમડા ચોક થઇ જયુબેલી સુધી ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. કુલ 8 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 2900 ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.
Read About Weather here
વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકાના જનસતા ચોક થી ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 27 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન 19 પેઢીને લાયસન્સ તથા હાયજીન બાબતે નોટીસ આપેલ. તેમજ 13 લિટર એક્સપાયરી થયેલ બેવરેઝીસ તથા 14 કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાક મળી કુલ 27 કી. ગ્રા અખાદ્ય વાસી ચીજો નો સ્થળ પર નાશ કરેલ.(11.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here