500થી વધુ ટુકડીઓ વિવિધ વિસ્તારોમાં ફરી વળશે

500થી વધુ ટુકડીઓ વિવિધ વિસ્તારોમાં ફરી વળશે
500થી વધુ ટુકડીઓ વિવિધ વિસ્તારોમાં ફરી વળશે

રાજકોટમાં કાલથી મનપાનું ઘરે-ઘરે ફરી રસી અભિયાન
શહેરીજનોને કોરોના સામે સુરક્ષિત કરવા ડોર ટુ ડોર સર્વે
મ્યુ.કમિશનર અમિત અરોરાએ રસીકરણ કામગીરીની સમીક્ષા કરી

રાજકોટ વાસીઓને કોરોના મહામારીથી સુરક્ષિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઘરે-ઘરે ફરીને આવતીકાલથી ખાસ રસીકરણ ઝુંબેશ અને સર્વેની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી રહી છે. મનપાની ટીમો સામેથી ઘરે આવીને રસીકરણની કામગીરી કરશે. પ્રથમ ડોઝ બાદ જે લોકોએ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે એમને વેક્સિન આપવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મનપાની આરોગ્ય શાખાનાં મેડિકલ સ્ટાફની 550 જેટલી ટુકડીઓ મહાનગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી વળશે અને આ રીતે જોરદાર વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. શહેરનાં તમામ આરોગ્ય કેન્દ્ર પર આવતીકાલથી ઝુંબેશ શરૂ થઇ જશે. બીજા ડોઝની કામગીરી ઉપરાંત 60 વર્ષથી વધુ વયનાં સિનિયર સિટીઝનને વેક્સિનનાં પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યાથી અત્યાર સુધીમાં 10199 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે અને સાંજ સુધી કામગીરી ચાલશે.

આજે મ્યુ.કમિશનર અમિત અરોરાએ બે આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને વેક્સિનેશન ડ્રાઈવની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે અખિલ હિંદ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર તથા ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે મ્યુ.કમિશનર અરોરાએ જણાવ્યું હતું કે, જે નાગરિકોએ વેક્સિન લેવાની બાકી હોય તેઓએ પોતાના અને સામેવાળા લોકોનાં સ્વાસ્થ્યનાં હિતમાં તુરંત જ વેક્સિન લઇ લેવી જોઈએ.

Read About Weather here

મનપા દ્વારા ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. તેમણે સિનિયર સિટીઝનને તુરંત જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઇ લેવા જાહેર અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, શહેરમાં સંપૂર્ણ વેક્સિનેશન થવાથી કોરોના વાયરસ સામે લડવામાં સરળતા થઇ જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here