નેતાનો ભાઈ થયો રઘવાયો, જરા ધ્યાન રાખજો!

નેતાનો ભાઈ થયો રઘવાયો, જરા ધ્યાન રાખજો!
નેતાનો ભાઈ થયો રઘવાયો, જરા ધ્યાન રાખજો!

ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો, ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો!

ન કરવાના કામ કરવામાં માહિર નેતાના ભાઇને કાયદો શું લાગુ નહીં પડતો હોય ?: ચા કરતા કીટલી ગરમ થઇ જતાં શહેરીજનોમાં તરહ-તરહની ચર્ચા

નેતાનો ભાઈ હોવાથી પોલીસનો અંદર ખાને સપોર્ટ હોવાની ચર્ચા: ભાઇના ત્રાસથી અધિકારીઓએ બદલી માટે માનતાઓ માની!

નેતાને આ પંક્તિ યાદ રાખવાની જરૂર:

તોફાન સારું હોય તો હુડકીઓ પણ ડૂબી જાય છે અને જો અભિમાન જાજુ હોય તો હસ્તીઓ પણ ડૂબી જાય છે!

રાજકોટ શહેરએ રંગીલું શહેર તરીકે સુપ્રસિદ્ધ છે. પણ અમુક સમયે અમુક ખાસ વ્યક્તિઓ દ્વારા એવી પ્રવૃત્તિ કરવામાં આવે છે કે, જેને કારણે રંગમાં ભંગ પડી જાય છે. વાત છે એક પ્રસિદ્ધ રાજકીય પાર્ટીના મોટા નેતાનાં ભાઈની, આ નેતાનો ભાઈ ફાટીને ધુમાડે ગયો હોય તેવી ચર્ચાઓ શહેરભરમાં જોરશોરથી ચાલી રહી છે.

ખાસ બાંચ્રની મદદ લઈને જમીન-મકાન સહિતના કામો કરવામાં આવી રહ્યા છે! અને શહેરમાં એક સ્ટેશનને પણ એવું બનાવી દીધું છે કે, જાણે તે પોતાનું જ હોય અને પોતાના જ નિયમ ચાલતા હોય. આ નેતાનો ભાઈ પોતાનું ડાહપણ બધી જ જગ્યાએ ચલાવવા મંડ્યો છે. એમાંય છેલ્લા થોડા દિવસોથી વધુ સત્તા હાથમાં આવી જતા ભાવતું હતું ને વૈદે કીધુંનો ઘાટ સર્જાયો છે.

ક્યારેક તો સરકારી વિભાગોનાં લોકોને આ નેતાનાં ભાઈના ન કરવાના કામ પણ કરવા પડે છે. કારણ એક જ છે કે, તેનો ભાઈ સુપ્રસિદ્ધ પાર્ટીના નેતા છે. તેથી તેના આદેશનું પાલન કરવું જાણે ફરજ હોય?! પણ બધાના મનમાં એક જ ચર્ચા ચાલે છે કે, સમય બધાનો આવે છે. અત્યારે તેમનો સમય સારો છે. તેથી પોતાની પાલી હંકાવે છે. પછી ક્યાં જાશે કારણ કે ઈતિહાસ સાક્ષી છે. ભલભલા સિંહને પણ બકરી જેવા થઈ જવાના દિવસો આવ્યા જ છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેર એ વાત જવા દઈએ, આ નેતાના ભાઈએ ખાસ બ્રાંચની મદદથી અનેક કામો ઉતર્યા છે અને ખુલ્લા સાંઢની જેમ શહેરભરમાં ફરીને કબ્જો કરવો, જમીન-પ્લોટને ખાલી કરાવવા, નાની-મોટી જમીનના કામ, સુચિત-કાયદેસર જમીનના કામ જેવા અનેક કામોની દુકાન ખોલી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને તેને કોઈની બીક જ નથી. કારણ કે, તેની સાથે ખાસ બ્રાંચ છે.

જે તેને અમૂક લોકોના કહેવાથી સાથ અને સહકાર આપે છે. આ ભાઈના ત્રાસને કારણે સરકારી વિભાગોના લોકો પોતાની બદલી પણ ઈચ્છે છે. કારણ કે, આ નેતાના ભાઈ ન કરવાના કામ કરાવે છે. અમીર લોકોને હેરાન કરવાના કામ અને ગરીબ લોકોને હેરાન કરવાનું કામ કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

શહેરમાં એક ચર્ચા એવી પણ ચાલે છે કે, ભલે સત્તાનો પાવર હોય અને કામ કરતો હોય પણ ગરીબની હાઈ ન લેવી જોઈએ. એક કહેવત છે એ જાણે આ નેતાને કે તેના ભાઈને ખબર નથી કે, અમીરોના ઝરૂખે કઈકને હસતા જોયા છે, જયારે ગરીબોને અન્યાય સામે રડતા પણ જોયા છે. પણ જેનું મન જ પથ્થર જેવું હોય તેને આવી વાતોથી શો ફરક પડે પણ એક જ સત્ય તો નેતા અને તેના ભાઈને ન ભૂલવું જોઈએ કે, તોફાન સારું હોય તો હુડકીઓ પણ ડૂબી જાય છે અને જો અભિમાન જાજુ હોય તો હસ્તીઓ પણ ડૂબી જાય છે.

ચા કરતા કીટલી ગરમ હોય તેવો ઘાટ ન સર્જવો જોઈએ અને કાયદાના અનુરૂપ રહીને કામ કરવું જોઈએ. નાની-નાની વાતોમાં ખાસ બ્રાન્ચની મદદ ન લેવી જોઈએ અને એવા કામ જ ન કરવા જોઈએ કે ખાસ બ્રાંચ પાસે મદદ માટે જવું પડે પણ ખેર સમય સમયનું કામ કરે જ છે. સમય આવ્યે બધી જ ખબર પડી જશે.

Read About Weather here

રાજકીય પાર્ટીના કાર્યકરો તેમજ અધિકારીઓ આ નેતાના ભાઈના ત્રાસથી છુટવા માનતાઓ કરવા મંડ્યા છે. આવી આવારાગર્દી તો ફિલ્મોમાં પણ જોવા મળતી નથી. સાઉથની ફિલ્મ કરતા વધારે મસાલેદાર આ કથા છે. અધિકારીઓએ પોતાની બદલી માટે માનતાઓ માની છે. તેથી ગરીબની હાય લાગે તેવા કામ ન કરવા પડે. તેવી શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here