કોરોનાનો કુદકો: એક દિ’માં નવા પોણાત્રણ લાખ કેસ

કોરોનાનો કુદકો: એક દિ’માં નવા પોણાત્રણ લાખ કેસ
કોરોનાનો કુદકો: એક દિ’માં નવા પોણાત્રણ લાખ કેસ

વધુ 380 દર્દીઓના મોત: ચિંતા મગ્ન વડાપ્રધાને ફરી મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી; સપ્તાહમાં બીજી વખત રાજયવાર કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરશે નરેન્દ્ર મોદી

ઓમિક્રોનના કેસોની સંખ્યા વધીને 5488 થઇ, 28 રાજયોમાં કોરોનાનો ફેંલાવો; રિકવરી રેઇટ ઘટયો અને પોઝિટિવિટિ રેઇટમાં વધારો થતા ચિંતાનું હવામાન
બુધવારે કોરોનાના કેસોમાં ઘટાડાની ટકાવારી બાદ સર્જાયેલી આશા પર આજે ફરી પાણી ફરી વળ્યું છે અને કોરોના મહામારીના કેસોએ રાક્ષસી ઉછાળો માર્યો છે. એક દિવસમાં 2 લાખ 47 હજારથી વધુ કેસો નોંધાયા છે અને 380 કોરોના દર્દીઓના મોત થયાનું નોંધાયું છે.

બેકાબુ બનતા જતા કોરોનાની પરિસ્થિતિથી ચિંતાતુર થઇ ઉઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્તાહમાં બીજી વખત આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યુ છે. જેમાં કોરોના મહામારીની પરિસ્થિતિ કાબુ કરવાના આયોજન અને રસીકરણની પ્રગતી અંગે વડાપ્રધાન સમીક્ષા પ્રક્રિયા હાથ ધરશે.

Read Saurashtra Kranti E-Paper here

દેશમાં એક્ટિવ કેસો કુલ સંક્રમીત કેસો પૈકીના 3 ટકાથી પણ વધુ રહયા છે. રિકવરી રેઇટ ઘટીને 95.59 ટકા જેવા થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ એક્ટિવ કેસોની સંખ્યામાં 84825 જેવો ભારે વધારો નોંધાતા આરોગ્ય મંત્રાલય દ્વારા કેન્દ્ર તરફથી રાજય માટેની નવી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. સાપ્તાહીક પોઝિટિવિટિ રેઇટ 10.8 ટકા રહયો છે તો દૈનિક રેઇટ સરેરાશ 13.11 જેટલો ભારે ઉંચો નોંધાયો છે જે ચિંતાનું કારણ બને છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં વેક્સિનના 154.61 કરોડ ડોઝ આપી દેવાયા છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની યાદી અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં કોરોનાથી 380 લોકોના મોત થયા છે જેમાં સૌથી વધુ કેરળમાં કુલ મોતનો આંકડો 199 રહયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં નવા 46723 કોવિડ કેસ નોંધાયા છે જે 27 ટકાનો વધારો સુચવે છે. ઓમિક્રોનના નવા 86 કેસ નોંધાયા છે.

રાજયમાં ઓમિક્રોનના કુલ કેસ 1367 થઇ ગયા છે. દિલ્હીમાં પણ નવા કેસોમાં 29 ટકા જેવો ઉચ્ચો થયો છે અને 24 કલાકમાં 27561 નવા કોરોના કેસ નોંધાયા છે.

કેરેલામાં પહેલી વખત કોરોના કેસનો નવો આંકડો વધીને 10 હજારને પાર કરી ગયો છે. બુધવારે એક જ દિવસમાં 12742 કેસ નોંધાયા હતા અને 23નાં મોત થયાનું નોંધાયું હતું. અહીં ડેલ્ટા વાયરસ વધુ આક્રમક બન્યો છે.

કોરોનાથી ચિંતામગ્ન બનેલા વડાપ્રધાને આજે ફરીથી મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરવાનું નક્કી કર્યું છે. સપ્તાહમાં આવી આ બીજી બેઠક યોજાઇ રહી છે. ગયા સપ્તાહે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જિલ્લા કક્ષાએ જ પુરતા પ્રમાણમાં આરોગ્ય સાધન સરંજામ અને સુવિધાઓ ઉભા કરવા પર ભાર મુકયો હતો અને અને બાળકોનું રસીકરણ પણ એક મિશનની જેમ હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

Read About Weather here

કેન્દ્ર સરકારે એવું જાહેર કર્યુ છે કે, રેપીડ એન્ટીજન ટેસ્ટ અને હોમ એન્ટીજન ટેસ્ટ બાદ ત્રીજા દિવસે કોવિડના વાયરસની ખબર પડે છે. આરટીપીસીઆર ટેસ્ટમાં 20 દિવસ સુધી ચેપનું નિદાન થઇ શકે છે. સરકારે એવું પણ જણાવ્યું છે કે, ઓમિક્રોન સામાન્ય શરદી હોવાનું ભ્રમ ફેલાવવામાં આવી રહયો છે. એ માત્ર અફવા છે. ઓમિક્રોન દરેકને થઇ શકે છે એટલે સાવધ રહેવું જરૂરી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here