ધો.8 અને ધો. 12ની બાળાઓએ જીવન ટૂંકાવી નાખતા શહેરભરમાં અરેરાટી

પિતાએ જોબ પર જવાની ના પાડતા યુવતીનો ફાંસો
પિતાએ જોબ પર જવાની ના પાડતા યુવતીનો ફાંસો

રાજકોટમાં બે વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

સમાજની આંખ ઉઘાડનારા બંને કિસ્સાની પોલીસ તપાસનો ધમધમાટ

એક બાળાએ કામ બાબતે માતાનાં ઠપકાથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું જાહેર

ધો.12ની બાળાએ ક્યાં કારણે આત્મહત્યા કરી તેનાથી પરિવાર જ અજાણ

હજુ તો ભણવાની ઉંમર હોય અને યુવાનીનાં ઉંબરા પર ડગ માંડ્યા ન હોય ત્યાં નાની ઉંમરમાં જીવન ટૂંકાવી નાખવાની કરૂણતાભરી અને આત્મઘાતી મનોવૃતિથી આજની યુવા પેઢી કઈ રીતે આટલી બધી પીડાઈ રહી છે. એ ઘટનાનાં મૂલ્યાંકનની પ્રક્રિયા હજુ અટકી નથી ત્યાં તો આજે રાજકોટ શહેરને ખળભળાવી નાખતી આવી એક નહીં બે ઘટનાઓ બનતા સમગ્ર સમાજ ચોંકી ઉઠ્યો છે.

ગઇકાલે ગુરૂવારે શહેરમાં અલગ- અલગ વિસ્તારોમાં રહેતી ધો.8 અને ધો.12 ની બે બાળા વિદ્યાર્થીનીઓ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે શોક અને અરેરાટીની લાગણી પ્રસરી વળી છે.

બે છાત્રાઓનાં આવા અંતિમ પગલાને કારણે એમના પરિવારો પર વજ્રઘાત થયો છે અને કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે. પોલીસે બંને કિસ્સાની ઊંડી અને વેગીલી તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પ્રથમ ઘટના મોરબી રોડ પરના મહાશક્તિ પાર્કમાં બની હતી. અહીં રહેતી અંજલિ મયુર પીપળીયા (ઉ.વ.14) નામની બાળાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. અંજલિ એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેના પિતા રીક્ષાચાલક છે. થોડા દિવસ પહેલા જ અંજલિએ ધો.8 માં એડમીશન લીધું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે બાળાનાં માતા-પિતા અને ભાઈ કામ સબબ બહાર ગયા બાદ ઘરે એકલી અંજલિએ રૂમમાં પંખાનાં હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. ઘરે પરત આવેલા માતાએ પુત્રીને આવી લટકતી હાલતમાં જોતા હતપ્રદ થઇ ગયા હતા.

અંજલિનાં મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને બાળાને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા જ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. ઘટના અંગે પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, અંજલિને તેની માતા કામ બાબતે ઠપકો આપતી હોવાથી આવેશમાં અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આવો જ એક બીજો બનાવ ગોંડલ રોડ એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બન્યાનું નોંધાયું હતું. અહીં રહેતી ધો.12 ની વિદ્યાર્થીની પ્રિયંકા લલિતભાઈ ચૌહાણે ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પ્રિયંકા બે બહેન અને એક ભાઈમાં નાની હતી. ગઈકાલે રાજકોટમાં સંબંધીનાં ઘરે લગ્નપ્રસંગ હતો. તેમાં પ્રિયંકા પરિવારજનો સાથે ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ રૂમમાં કપડા બદલવા જવાનું કહી રૂમમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

પરિવારજનોએ તુરંત નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પ્રિયંકાને તપાસી તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા જ માલવિયાનગર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પ્રિયંકાનાં આવા પગલા પાછળનું કારણ પરિવારજનો પણ જાણતા નથી. આથી પોલીસે તપાસ વધુ વેગવાન બનાવી છે.

રાજકોટ શહેરમાં એક દિવસની અંદર બે કાચી વયની તરૂણીઓનાં આપઘાતની ઘટના આપણા સમાજમાં યુવા પેઢીની અસંતુલિત થતી જતી માનસિક અવસ્થાનાં ગંભીર સંકેત સમાન છે. આ કિસ્સા સમાજની આંખ ઉઘાડનારા છે અને સમાજ શાસ્ત્રીય માટે ચિંતા અને મનનનું ભાથું પૂરી પાડતી ઘટનાઓ છે.

Read About Weather here

આવી ઘટનાઓ હવે સમયાંતરે બનવા લાગી છે અને તેની વધતી જતી ટકાવારી તમામ સમાજ માટે અને કાયદો અને વ્યવસ્થાનાં રક્ષકો માટે પણ ચિંતા અને પડકાર સમાન છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here